- ચણાના લોટની રોટલી ખાવાથી એનર્જી ભરપુર મળે છે
- કબજીયાત જેવી સમસ્યામાં રાહત આપે છે આ લોટની રોટલી
આપણે સૌ કોઈ ચણાના ઓષધીય ગુણોથી જાણકાર છે, જો કે ઘણા ઓછા લોકો એમ જાણતા હશે કે ચણાનો લોટ પણ સ્વાસ્થ્યને ઘણો ફઆયદો કરે છે, કોઈ પણ વસ્તુ જો માપમાં ખાવામાં આવે તો તે હેલ્થ માટે સારી જ હોય છે, આ સાથે જ તમે તેને કઈ રીતે ખાઈ રહ્યા છો તે પણ મહત્વનું હોય છે, જેમ કે તમે ચણાના લોટના ભજીયા, પૂડલા ખાવ છો તો તે હેલ્ધી રહેતા નથી કારણ કે તે વધારે પડતા ઓઈલમાં બને છે પરંતુ જો તમે ઘંઉના લોટમાં ચણાનો લોટ મિક્સ કરીને તેની રોટલી બનાવીને ખઆઈ રહ્યો છો તો ચણાનો લોટ તમારા માટે ગુણકારી સાબિત થાય છે.
જાણો ચણાના લોટની રોટલી ખાવાથી થતા ફાયદા
ચણાના લોટનું સેવન ડાયાબિટીઝના દર્દીઓ માટે ઉત્તમ છે.કારણ કે તેઓ ઘંઉની રોટલી ખાતા હોય છે તેમા બદલે તેઓ બેસનની રોટલી ખઆઈ શકે છે તેમાં બેસનમાં પ્રોટિનનું પ્રમાણ વધારે હોય છે, જે લો ગ્લાઇસેમિક ઇન્ડેક્સવાળુ હોય છે. આ તત્વ શરીરમાંથી વજન ઉતારવાની સાથે ડાયાબિટીસમાં પણ ફાયદો કરાવે છે.
જે લોકો સતત સાંધાનો દુખાવા જેવી સમસ્યાથી પીડાઈ રહ્યા છે તે લોકોએ બેસનની રોટલનીનું સેવન કરવુ જોઇએ. જે ગ્લૂકોઝને સંતુલિત કરે છેબેસનની રોચલી અથવા તો બેસનની હેલ્ધી વસ્તુઓ ખાવાથી જ બ્લડ પ્રેશર, શારીરિક નબળાઇ અને શરીર પરની વધારાની ચરબી દૂર કરવા માં મોટી મદદ મળી રહે છે.
બેસનમાં ખાસ કરીને ગ્લાઇસેમિક ઇન્ડેક્સ ઓછું હોવાને કારણે તેની રોટલી ખાવાથી શુગરનું લેવલ વધતુ નથી. વજન ઓછુ કરવા માંગતા લોકો માટે અને ડાયાબિટીસના દર્દીઓ માટે આ રોટલીનું સેવન કરવું હિતાવહ છેખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓને ખૂબ જ ભૂખ લાગે છે. એવામાં તમારૂ ડાયટ એવુ હોવુ જોઇએ જે તમારા પેટને લાંબા સમય સુધી ભરેલુ રાખે. જેના માટે ચણા લોટની રોટલી બેસિ્ટ ઓપ્શન સાબિત થાય છે.
સેલેનિયમ, પોટેશિયમ, વિટામિન એથી ભરપૂર બેસન માંસપેશીને મજબૂત કરે છે.આ સાથે જ પ્રોટિનયુક્ત બેસન માંસપેશીઓને નબળાઇને દૂર કરવામાં ફાયદારૂપ છે.બેસન ખાવાથી હાડકાઓ પણ મજબૂત બને છે. જે લોકોને આસ્ટિયોપોરેસિસ હોય અથવા તો હાડકા નબળા હોય તેમણે બેસનની રોટલી ખાવની જોઈએ કારણ કે તેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ હોય છે જે હાડકા જરરી એવા પોષક તત્વો છે.