1. Home
  2. ગુજરાતી
  3. આ રાજાશાહી ટ્રેનની યાત્રાની ટિકિટ ’18 લાખ રુપિયા’ -જાણો ‘મહારાજા એક્સપ્રેસ’ ટ્રેનનો રાજાશાહી ઠાઠ અને ખાસિયતો
આ રાજાશાહી ટ્રેનની યાત્રાની ટિકિટ ’18 લાખ રુપિયા’ -જાણો ‘મહારાજા એક્સપ્રેસ’ ટ્રેનનો રાજાશાહી ઠાઠ અને ખાસિયતો

આ રાજાશાહી ટ્રેનની યાત્રાની ટિકિટ ’18 લાખ રુપિયા’ -જાણો ‘મહારાજા એક્સપ્રેસ’ ટ્રેનનો રાજાશાહી ઠાઠ અને ખાસિયતો

0
Social Share
  • મહારાજા એક્સપ્રેસ ટ્રેનની યાત્રા
  • વિશ્વની સૌથી  ભવ્ય અને મોંઘી ટ્રેન યાત્રા
  • જેની ટિકિટ 18 લાખ રુપિયા
  • રાજાશાહી ઠાઠ ધરાવે છે આ ટ્રેન
  • આ ટ્રેનમાં બે ભવ્ય  રેસ્ટોરન્ટ છે
  • સોનાના કોટેડ વાસણમાં યાત્રીઓને ભોજન આપવામાં આવે છે
  • ભારત દર્શન કરવા માટે લોકો આવે છે
  • અનેક ફાઈવ સ્ટાર હોટલમાં રોકાવાની વ્યવસ્થા પણ કરવામાં આવે છે

ભારતીય રેલ્વે વિભાગ દ્વારા અવનવી ટ્રેનની પહેલ કરવામાં આવી છે, આવી જ એક ટ્રેનનું નામ છે, મહારાજા એક્સપ્રેસ,,,, જેની ટિકિટ છે 18 લાખ રુપિયા। . જી હા આ ટ્રેનની શરુઆત વર્ષ 2010મા યાત્રીઓને ભવ્ય રાજઠાઠથી ભારત દર્શન કરાવાના હેતુંથી કરવામાં આવી હતી. આ ટ્રેનની યાત્રાને વિશ્વની સૌથી મોંધી યાત્રા અને સૌથી ઉત્તમ રાજાશાહી યાત્રા માનવામાં આવે છે ,  આ મહારાજા એક્સપ્રેસમાં બેસ્યે ત્યારે ખરેખર મહારાજા હોવાની અનુભુતિ થાય છે, આ ટ્રેન એકથી વધુ વખત વર્લ્ડ ટ્રાવેલનો એવોર્ડ પણ મેળવી ચૂકી છે, તો ચાલો જાણીએ આ ટ્રેનની ખાસિયતો

આ ટ્રેનમાં કુલ 23 કોચ આપવામાં આવ્યા છે, છત્તા પણ માત્ર 88 જ યાત્રીઓ મુસાફરી કરી શકે છે, યાત્રીઓની સંખ્યા મર્યાદીત રાખવાનું એક કારણ એ છે કે,ઓછા યાત્રીઓ હોવાથી તેઓને સંપુર્ણ રાજાશાહી સુવિધા પ્રાપ્ત કરાવી શકાય , આ ટ્રેનના રૂટની જો વાત કરીએ તો, આ શાહી ટ્રેન મુસાફરોને દિલ્હી, આગ્રા, બિકાનેર, ફતેહપુર સિકરી, ઓરછા, ખજુરાહો, જયપુર, જોધપુર, ઉદયપુર, રણથમ્ભોર, વારાણસી અને મુંબઇ માટે મુસાફરો પૂરા પાડે છે. મુસાફરી દરમિયાન મુસાફરોને રોકાવવાની વ્યવસ્થા પણ ફાઈવ સ્ટાર હોટલોમાં કરવામાં આવે છેજેમાંમ સુવિધા મુંબઈની તાજમહલ પેલેસ હોટલ, રાજસ્થાનનો સિટી પેલેસ, રામબાગ પેલેસ હોટલનો સમાવેશ થાય છે.

આ ટ્રેન અંદરથી બિલકુલ રાજદરબાર જેવો ઠાઠ ધરાવે છે,ગોલ્ડન કલરના ટ્રેનના કોચ સોનાની ટ્રેનમાં બેસ્યાની અનુભુતિ કરાવે છે ,આ ટ્રેન અંદરથી એક શાહી હોટલ જેવી લાગે છે, આ ટ્રેનમાં ઓનબોર્ડ રેસ્ટોરન્ટ, ડીલક્સ કેબિન, જુનિયર સૂઈટ અને લોન્ચ બાર જેવી ઘણી લક્ઝરી સુવિધાઓ આપવામાં આવી છે. મહારાજા એક્સપ્રેસમાં મુસાફરો ભારત દર્શન કરવા માટેના હેતુંથી ખાસ આવે છે.

આ ટ્રેનમાં અપાઈ છે મહારાજા જેવી અનેક સુવિધાઓ – 20 ડિલક્સ કેબીનથી સજ્જ

  • મહારાજા એક્સપ્રેસ ટ્રેનમાં 88 મુસાફરો માટે કુલ 43 ગેસ્ટ કેબિન છે,
  • આ ટ્રેનમાં 20 ડીલક્સ કેબિન, 18 જુનિયર સૂઈટ, 4 સૂઈટ અને 1 ભવ્ય પ્રેશિડેન્શિયલ સુઊટ છે છે.
  • દરેક કેબીનમાં બે લોકોની યાત્રાની સુવિધા આપવામાં આવી છે.
  • રાષ્ટ્રપતિ સૂઈટ કેબિન એક માત્ર એવું કેબિન છે કે જેમાં 4 લોકો મુસાફરી કરી શકે છે. આ કેબિન સૌથી મોંઘી છે.

20 ડિલક્સ કેબિન છે

  • મહારાજા એક્સપ્રેસમાં 20 ડિલક્સ કેબિન છે
  • જેમાં મુસાફરોને ફાઇવ સ્ટાર હોટલ જેવી સુવિધા આપવામાં આવે છે.
  • રુમમાં એલસીડી ટીવી, ઇન્ટરનેશનલ કોલિંગ સુવિધા, ઇન્ટરનેટ, ઇલેક્ટ્રોનિક લોકર, કબાટ, ઠંડા અને ગરમ પાણી સાથે પ્રાઈવેટ બાથરૂમ, ખુબ જ મોટોએર કન્ડિશન્ડ ડબલબેડ રૂમ છે. તેનું મહત્તમ ભાડુ 4 લાખ 83 હજાર 240 રુપિયા છે,

આ ટ્રેનમાં 18 જુનિયર સૂઈટ કેબિન છે

  • મહારાજા એક્સપ્રેસ ટ્રેનમાં 18 જુનિયર સૂઈટ છે, જેમાં મુસાફરોને ડિલક્સ કેબિન કરતાં મોટી વિંડોઝ અને વધુ જગ્યા મળે છે.
  • આ કેબિનની બહારથી સુંદર અને ભવ્ય દૃશ્ય જોઇ ​​શકાય છે
  • જુનિયર સૂઈટની કેબીન માં ડબલ બેડ સુવિધા, આંતરરાષ્ટ્રીય કોલિંગ સુવિધા, એલસીડી ટીવી, એસી, ઠંડા અને ગરમ પાણી સાથે બાથરુમની સુવિધા છે
  • આ રુમનું ભાડુ 7 લાખ 53 હજાર 830 રુપિયા છે

આ 4 સૂઈટમાં તદ્દન ભવ્ય સુવિધાઓ

  • મહારાજા એક્સપ્રેસમાં 4 સૂઈટ છે.
  • આ કેબીનમાં મિનિ બાર, બાથટબ, સ્મોક એલાર્મ અને ડોક્ટરની સુવિધાઓ સાથે અન્ય તમામ સુવિધાઓ છે.
  • આ સૂઈટનું મહત્તમ ભાડુ 10 લાખ 51 હજાર 840 રૂપિયા છે.

આ ટ્રેનમાં માત્ર એક પ્રેસિડેન્શિયલ સૂઈટ જોવા મળે છે

  • આ મહારાજા એક્સપ્રેસમાં ફક્ત એક જ રાષ્ટ્રપતિ સૂઈટ છે.
  • આ સૂઈટ નવરત્ન તરીકે પણ ઓળખવામાં આવે છે.
  • આ સ્યુટ કોઈ રાજવી મહેલને ટક્કર આપે છે
  • અંદરની ભવ્યતા આશ્ચર્ય પમાડે તેવી છે
  • જેમાં તે 2 બેડરૂમ અને અલગ બાથરૂમની સુવિધા છે.
  • બટલર અને બાર સહિતની આવી ઘણી સુવિધાઓ છે, જેનાથી મુસાફરોને રાજા મહારાજાની અનુભૂતિ થાય છે.

આ મહારાજા એક્સપ્રેસમાં પણ બે ભવ્ય રેસ્ટોરન્ટ્સ છે,જેનું નામ ‘મોર મહેલ’  અને ‘રંગ મહેલ’ છે . આ બંને રેસ્ટોરાંની ભવ્યતા આશ્ચર્યજનક છે. આમાં, 24 કેરેટના સોનાના કોટેડ વાસણમાં યાત્રીઓને ભોજન આપવામાં આવે છે.. આ બે રેસ્ટોરાંમાં, ભારતીય, ચાઇનીઝ, કોંટિનેંટલ અને મેવાડી ભોજનનો આનંદ લઈ શકાય છે.

મુસાફરો મહારાજા એક્સપ્રેસના મોર મહેલ અને રંગમહેલ રેસ્ટોરન્ટમાંઅનેક પીણાની મજા લઇ શકે છે.અહીં વિશ્વભરની શ્રેષ્ઠ બ્રાન્ડ્સ ઉપલબ્ધ છે. મહારાજા એક્સપ્રેસમાં મુસાફરી દરમિયાન કંટાળો પામતા મુસાફરો માટે ખાસ પ્રકારની કેબિન છે, તેનું નામ સફારી બાર છે. તેમાં અનેક પ્રકારની રમતો પણ રમી શકાય છે.

સાહીન-

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code