ગ્રાન્ડ માસ્ટર અર્જુન અરિગાસીએ સ્ટીફન અવગ્યાન મેમોરિયલ ખિતાબ જીત્યો
નવી દિલ્હીઃ ભારતના સર્વોચ્ચ રેટેડ ચેસ પ્લેયર, ગ્રાન્ડ માસ્ટર અર્જુન અરિગાસીએ વધુ એક વખત ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી આર્મેનિયા ખાતે આયોજિત સ્ટીફન અવગ્યાન મેમોરિયલ 2024 નો ખિતાબ જીતી લીધો છે. આ જીત સાથે જ લાઈવ રેટીંગમાં અર્જુન ચોથા ક્રમે પહોંચી ગયા છે.
દેશના સર્વોચ્ચ રેટેડ ચેસ પ્લેયર અને ગ્રાન્ડ માસ્ટર 20 વર્ષીય અર્જુને આઠમાં અંતિમ રાઉન્ડમાં રશિયન ખેલાડી જીએમ વોલોદર મુર્જિનને હરાવીને ચોથી જીત તેમજ તેટલા જ ડ્રો સાથે પોતાના છ અંક મેળવ્યા હતા. આ જીતે અર્જુનને તેની કેરિયરના સર્વોચ્ચ લાઈવ રેટીંગ નંબર ચાર પર પહોંચાડી દીધો છે. હવે તે લાઇવ રેટિંગમાં નોર્વેના મેગ્નસ કાર્લસન, હિકારુ નાકામુરા અને યુએસએના ફેબિયાનો કારુઆનાથી પાછળ છે.અર્જુન આ વર્ષે શાનદાર ફોર્મમાં છે. તેણે એપ્રિલમાં મેનોર્કા ઓપન ટાઈટલ જીત્યું, મે મહિનામાં ટેપે સિગ્મેન ચેસ ટુર્નામેન્ટમાં બીજા ક્રમે રહ્યો અને શારજાહ માસ્ટર્સ ઓપન ટુર્નામેન્ટમાં પાંચમા ક્રમે ટાઈ થઈ. ટૂર્નામેન્ટના અંતિમ રાઉન્ડમાં, અર્જુનનો મુકાબલો હવે પેટ્રોસિયન સામે થશે.