1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદ: રિવરફ્રન્ટ ખાતે “સિંહ ગર્જના ડી-લિસ્ટીંગ મહારેલી”નું ભવ્ય આયોજન
અમદાવાદ: રિવરફ્રન્ટ ખાતે “સિંહ ગર્જના ડી-લિસ્ટીંગ મહારેલી”નું ભવ્ય આયોજન

અમદાવાદ: રિવરફ્રન્ટ ખાતે “સિંહ ગર્જના ડી-લિસ્ટીંગ મહારેલી”નું ભવ્ય આયોજન

0
Social Share

અમદાવાદ: જનજાતિ સુરક્ષા મંચ, ગુજરાત દ્વારા 27મે શનિવારના રોજ અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે “સિંહ ગર્જના, ડી-લિસ્ટીંગ મહારેલી”નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર ગુજરાતમાં થી હજારોની સંખ્યામાં જનજાતિ સમાજના લોકો એકત્ર થયા હતા. આ મહારેલીમાં સંબોધન કરતા પ્રકાશભાઉ ઉઈકેજીએ (જનજાતિ વિષયમાં કાયદા નિષ્ણાત અને માનનીય ન્યાયાધીશ) જણાવ્યું કે શૈક્ષણિક, સામાજિક તથા આર્થિક રીતે નબળા હોવાને કારણે અનુસૂચિત જનજાતિ વર્ગને પણ કલમ 342 હેઠળ અનામતનો લાભ આપવામાં આવ્યો હતો. પરંતુ તત્કાલીન બંધારણ સભામાં કલમ 342માં ધર્માંતરિત જનજાતિઓને અનામતનો લાભ નહીં આપવાની જોગવાઈ ઉમેરી શકાઈ નહોતી. તેનું દુષ્પરિણામ એ આવ્યું કે 1950 થી 1970 સુધીના બે દાયકામાં જનજાતિ સમુદાયમાં અનેક લોકોનું ધર્માંતર કરવામાં આવ્યું. તે અંગે તત્કાલીન કોંગ્રેસ સરકારના સંસદસભ્ય શ્રી કાર્તિક ઉરાવના પ્રયાસથી સંયુક્ત સંસદીય સમિતિની રચના કરવામાં આવી. તે ઉપરાંત સંયુક્ત સંસદીય સમિતિ દ્વારા સંસદમાં એક ખરડો દાખલ કરવામાં આવ્યો કે જનજાતિના જે લોકોએ ખ્રિસ્તી અથવા ઇસ્લામ સંપ્રદાયો અપનાવી લેવામાં આવ્યો હોય તેમને કલમ 342 હેઠળ અનામતનો લાભ આપવામાં ન આવે. પરંતુ કાર્તિક ઉરાવજીના પ્રયાસો છતાં એ ખરડો આજ સુધી સંસદમાં પસાર થઈ શક્યો નથી.

જનજાતિઓની સંસ્કૃતિ, પ્રકૃતિ પૂજા, શ્રદ્ધા, વિશ્વાસ, ધર્મ સંસ્કૃતિ (વન સંસ્કૃતિ) જ ભારતવર્ષની સનાતન સંસ્કૃતિની જનની છે. આ અલગતાવાદી સંગઠન અંગ્રેજોની જેમ ભાગલા પાડો અને રાજ કરો- નીતિનું અનુસરણ કરીને ક્યારેક ભારતની લગભગ 750 જનજાતિઓ માટે અયોગ્ય રીતે અલગ ધાર્મિક કાયદાની માગણી કરે છે. આ રીતે આ કહેવાતાં સંગઠન જનજાતિ સમુદાયના યુવાનોને ગેરમાર્ગે દોરવા માગે છે તથા જનજાતિ સમુદાયની મૂળભૂત સમસ્યા જેવી કે, ધર્માંતર, જનજાતિ અસ્મિતા તથા ઓળખ સામે ઊભો થયેલો પડકાર, તેમની મૂળ ધર્મ-સંસ્કૃતિનું નિરંતર પતન, કુપોષણ, ગરીબી, નિરક્ષરતા જેવા મુદ્દેથી ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે. આ રીતે છેલ્લા 70 વર્ષથી ધર્માંતરિત જનજાતિઓની અનામત વ્યવસ્થાનો અંત લાવવા માટે બંધારણની કલમ 342માં સંશોધનની માગણીનો મુદ્દો ક્યાંક ખોવાઈ ગયો છે.

છદ્મ જનજાતિ સંગઠનો માત્ર ભારતની સામાજિક વ્યવસ્થાને નષ્ટ કરવા તથા ભારતની સાંસ્કૃતિક પરંપરા અને વિવિધતાને ખંડિત કરી દેવા પ્રયાસ કરે છે. વર્તમાનમાં ડીલિસ્ટિંગનો મુદ્દો માત્ર જનજાતિ સમુદાય સુધી સીમિત રહ્યો નથી. આ મુદ્દો દેશના એવા તમામ કરદાતાનો મુદ્દો છે.

આ સંદર્ભમાં સૌપ્રથમ લોકુર સમિતિ દ્વારા 1956માં અનુસૂચિત જનજાતિની વ્યાખ્યા કરવામાં આવી તથા અનુસૂચિત જનજાતિના સ્વરૂપમાં એક સમુદાયને નિશ્ચિત કરવા માટે માપદંડ નિર્ધારિત કરવામાં આવ્યા. (1. પ્રાચીન વિશેષતાના સંકેત  2. વિશિષ્ટ સંસ્કૃતિ  3. ભૌગોલિક ઐક્ય 4. સમુદાય સાથે સંપર્ક કરવામાં સંકોચ 5. પછાતપણું)

લોકુર સમિતિના અહેવાલથી એ સારી રીતે સ્થાપિત થઈ ગયું હતું કે છેવટે જનજાતિ કોણ છે. આ રીતે લોકુર સમિતિના માપદંડના સંદર્ભમાં વિચારણા કરવામાં આવે તો ધર્માંતર કરી ચૂકેલા જનજાતિના લોકોને કોઇપણ રીતે બંધારણની આ અંગેની કલમ 366 (25) અનુસાર અનુસૂચિત જનજાતિ વર્ગ તરીકે ઓળખાવી શકાય નહીં અને આવા લોકોને અનામતનો લાભ આપવો એ બંધારણના સિદ્ધાંતની જ વિરુદ્ધ છે.

આ કાર્યક્રમમાં પોતાની પરંપરાગત વેશભૂષા અને વાદ્યો સાથે ગુજરાતના ખૂણે ખૂણા થી આવેલા આદિવાસી બંધુ/ભગિનીઓ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સંપૂર્ણ શિસ્ત સાથે ભાગ લીધો. આ કાર્યક્રમમાં મંચસ્થ મહાનુભાવોમાં પ.પૂ. સ્વામી પરમાત્માનંદજી, પ.પૂ. સંતપ્રસાદ સ્વામી, પૂ. દલસુખદાસજી મહરજ, પૂ. યશોદા દીદી, શ્રી રામચંદ્ર ખરાડીજી, શ્રી રાજકિશોરજી હાસદા સહિત સર્વ મહાનુભાવોએ ડી-લિસ્ટીંગની માંગણીના સમર્થનમાં પોતાની વાત મૂકી.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code