Site icon Revoi.in

રામનગરીમાં ભવ્ય શોભાયાત્રા – દેશની સંસ્કૃતિના વિવિધ રંગો જોવા મળ્યા, ભગવાન રામ, સીતા અને લક્ષણ સાથે પુષ્પક વિમાનમાં પધારશે

Social Share

લખનૌઃ- અયોધ્યામાં ભવ્ય દીપોત્સવના આયોજનની તૈયારીઓ થઈ ચૂકી છે,દિવાળીના ઉત્સવને શાનદાર બનાનનાની તૈયારીઓને આખરી ઓપ અપાઈ ચૂક્યો છે. આ સાથે જ સમગ્ર રામનગરી રામમય બની ગઈ છે. શહેરની સાકેત પીજી કોલેજથી રામ રાજ્યાભિષેક શોભાયાત્રા પણ નિકાળવામાં આવી છે. જેમાં ભારતની લોક સંસ્કૃતિના વિવિધ રંગો જોવા મળી રહ્યા છે.

આ નિકાળવામાં આવેલી શોભાયાત્રાને નાયબ મુખ્યમંત્રીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે. સાથે જ સાંજે યોજાનારા દીપોત્સવમાં પાંચ જીદા જૂદા દેશોના 10 હજાર મહેમાનો સાક્ષી બનશે.આ વખતે સરયુ પુલ પર ગ્રીન ફટાકડાની આતશબાજી થશે. તેના પર લગભગ એક કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. મુખ્યમંત્રી સહિત અન્ય મહેમાનો સરયુ કિનારેથી આતશબાજી નિહાળશે.

પ્રભુ રામ, સીતા અને લક્ષ્મણ  આજરોજ બુધવારે બપોરે પુષ્પક વિમાનના રૂપમાં હેલિકોપ્ટરમાં સરયુના કિનારે રામકથા પાર્કમાં ઉતરશે. રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, મંત્રીઓ અને સંતો દીપ પ્રાગટ્ય કરીને ભગવાનનું સ્વાગત કરશે.ત્યાર બાદ તેઓ ભગવાન રામ ગુરુ વશિષ્ઠની ભૂમિકામાં ભગવાન શ્રી રામનો રાજ્યાભિષેક કરશે. સીએમ રામલલાના દરબારમાં પણ જશે, ત્યારબાદ સીએમ, રાજ્યપાલ સહિત ઘણા મંત્રીઓ પણ મા સરયૂની ભવ્ય આરતી કરશે.

આ પ્રસંગને વધુ શાનદાર બનાવવા રંગબેરંગી અયોધ્યા લેસર શો પણ રાખવામાં આવ્યો છે, દીવાઓની માળાથી સમગ્ર વિસ્તાર સજાવાશે. આ સાથે જ 12 હજાર યુવાનો 40 મિનિટમાં એક સાથે સાડા સાત લાખ દીવા પ્રગટાવીને નવ લાખ દીવા પ્રગટાવવાનું લક્ષ્ય હાંસલ કરશે.