સિડનીના આકાશમાં ‘વેલકમ મોદી’ લખીને નરેન્દ્ર મોદીનું કર્યું ભવ્ય સ્વાગત, નિહાળો વીડિયો
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. દરમિયાન PM મોદીનું સિડનીમાં ખાસ અને અલગ રીતે સ્વાગત કરવામાં આવ્યું છે. પીએમ મોદીને આવકારવા માટે રિક્રિએશનલ એરક્રાફ્ટની મદદથી પીએમ મોદીના સ્વાગતમાં અહીં આકાશમાં વેલકમ મોદી લખવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગતને લઈને આકાશમાં વેલકમ મોદી લખાણનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
ઓસ્ટ્રેલિયાના સિડનીમાં એક સામુદાયિક કાર્યક્રમ પહેલા એક વિમાનથી કોન્ટ્રાઈલ્સ દ્વારા આકાશમાં ‘વેલકમ મોદી’ લખવામાં આવ્યું હતું. વીડિયોમાં ગુજરાતી સંગીત પણ વાગી રહ્યું છે. આ પહેલા વડાપ્રધાન પાપુઆ ન્યુ ગીનીમાં હતા, જ્યાં ટાપુ દેશના પીએમ જેમ્સ મરાપેએ તેમના પગ સ્પર્શ કરીને તેમનું સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાન ગયા હતા. જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. જી-7 શિખર સંમેલનમાં હાજરી આપવા ગયેલા જાપાન ગયેલા પીએમ મોદીએ રાષ્ટ્રપતિ ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
જાપાનમાં હાજરી આપ્યાં બાદ પીએમ મોદી ન્યુ ગીની ગયા હતા. જ્યાં તેમને સર્વોચ્ચ નાગરિકનો દરરજો આપીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. પીએમ મોદી અહીં વિવિધ કાર્યકરોમાં ઉપસ્થિત રહ્યાં બાદ ઓસ્ટ્રેલિયા જવા રવાના થયાં હતા. હવાઈ માર્ગે પીએમ મોદી ઓસ્ટ્રેલિયા પહોંચ્યાં હતા. જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમ મોદી ભારતીય સમુદાયના નાગરિકોને પણ મળ્યાં હતા. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયન અગ્રણી હસ્તીઓ સાથે મુલાકાત કરી હતી. તેમજ વિવિધ મુદ્દા ઉપર લંબાણપૂર્વક ચર્ચા કરી હતી.