Site icon Revoi.in

પાપુઆ ન્યુ ગિનીમાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત, અહીના પીએમ  એ વડાપ્રધાન મોદીને પગે લાગીને લીધા આશિર્વાદ 

Social Share

દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જારાનની યાત્રા પૂર્ણ કરીને હાલ પાન્યુ ગિની પહોચી ચૂક્યા છે જો કે મહત્વની વાત એ છે કે સુર્યાસ્ત બાદ આ દેશ કોઈને પણ ઔપચારિક રીતે પણ આવકારતો નથી તે અહીની પંરપાર છે જો કે પીએમ મોદીના આગમન પર આ પરંપરાને તોડવામાં આવી છે અને એહી એરપોર્ટ પર પહોંચતા જ પીએમ મોદીનું ભવ્ય સ્વાગત અને આવકાર અપાયો હતો.

પ્કરાપ્ત વિગત પ્રમાણે  પીએમ મોદીનું પ્લેન મોરેસ્બી (જેકસન) ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યું. આ દરમિયાન તેમનું પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પાપુઆ ન્યુ ગિનીના વડાપ્રધાન જેમ્સ માર્પે પણ હાજર હતા.

PM મોદીની પાપુઆ ન્યુ ગિનીની આ પ્રથમ મુલાકાત છે અને ભારતના કોઈપણ વડાપ્રધાનની આ પ્રથમ મુલાકાત છે. આ કારણે પણ આ પ્રવાસ ખૂબ જ ખાસ ગણાઈ રહ્યો છે. સામાન્ય રીતે, પપુઆ ન્યુ ગિનીમાં સાંજ પછી રાજ્યના વડાઓનું પરંપરાગત સ્વાગત કરવામાં આવતું નથી, પરંતુ વડા પ્રધાન મોદીનું સ્વાગત અહી કરવામાં આવ્યું છે, પાપુઆ ન્યુ ગિનીએ તેની પરંપરા બદલી છે.

PM મોદીનું પાપુઆ ન્યુ ગિનીમાં આગમન પર સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું હતું. PM મોદીનું સ્વાગત કરવા માટે પાપુઆ ન્યુ ગિનીના વડાપ્રધાન ખુદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. આ પછી પીએમ મોદીને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું.

મહત્વવની વાત એ છે કે ડાપ્રધાન જેમ્સ માર્પેએ પીએમ મોદીના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા હતા. જવાબમાં પીએમ મોદીએ તેમને ગળે લગાવીને તેમનું અભિવાદન જીલ્યું હતું ઉલ્લેખનીય છે કે પીએમ મદીની લોકપ્રિયતા દેશમાં જ નહી વિદેશમાં પણ ચમકી રહી છે.

પીએમ મોદી  વિશઅવના લોકલાડજીલા નેતા બની ગયા છે તેનું આજ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે કે સૂર્યાસ્ત બાદ પણ અહી તેમનું ભવ્ય સ્વાગત કરાયુ છે.મહત્વની વાત છે કે વડાપ્રધાન મોદી FIPIC સમિટમાં ભાગ લેવા માટે પાપુઆ ન્યુ ગિની પહોંચી ગયા છે.