Site icon Revoi.in

અમદાવાદના બાપુનગરમાં અસામાજિક તત્વોની દાદાગીરી,ટ્રાફિક પોલીસ કર્મીને માર્યો માર

Social Share

અમદાવાદ : અમદાવાદમાં કેટલાક લોકો દ્વારા એવું બેફામ રીતે વાહન ચલાવવામાં આવતું હોય છે કે જેને લઈને ક્યારેક લોકો જોખમમાં મુકાઈ જતા હોય છે. આવા લોકોને કાબૂમાં રાખવા માટે સરકાર દ્વારા ટ્રાફિક પોલીસના જવાનોને તૈનાત કરવામાં આવતા હોય છે પણ ક્યારેક લોકો તેમની સાથે પણ અયોગ્ય વર્તન કરતા હોય છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળે છે કે સ્થાનિક લોકો ટ્રાફિક પોલીસકર્મીને માર મારી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ વિડીયો શહેરના બાપુનગર વિસ્તારનો હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જાણકારી અનુસાર બાપુનગરના ગરીબનગર ચાર રસ્તા પર ટ્રાફિક પોલીસ જવાન પર કેટલાક ઈસમોએ હુમલો કરી દીધો હતો. બનાવને પગલે મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. જેથી ભીડનો લાભ લઈને સ્થાનિક તત્વોએ પોલીસ જવાન સાથે ગેરવતૂર્ણક કરીને તેમને મારવા માટે ટોળાને ઉશ્કેરણીઓ કરી હતી. આ દરમિયાન ટોળાથી બચવા માટે પોલીસ જવાન નજીકમાં આવેલી એસીપીની ઓફિસમાં પહોંચી ગયો હતો.

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે, ચાર રસ્તા પર એક ટ્રાફિક પોલીસકર્મી ફરજ પર છે અને આ દરમિયાન રસ્તા પર એક ટોળું પણ દેખાય છે અને 3થી 4 ઈસમો દોડીને આવે છે અને ટ્રાફિક જવાનને ઉછળી ઉછલીને મારવા લાગે છે. દરમિયાન બીજા પણ અસામાજિક તત્વો ત્યાં મારવા આવે છે ત્યારે ટ્રાફિક જવાન પણ પોતાને બચાવવા માટે પ્રતિકાર કરતો જોવા મળે છે.