દિલ્હીમાં પ્રદૂષણને રોકવા માટે 1 ઓક્ટોબરથી GRAP લાગુ કરવામાં આવશે
દિલ્હી:રાષ્ટ્રીય રાજધાનીમાંથી ચોમાસાની વાપસી બાદ મોસમ સબંધી સ્થિતિઓ પ્રતિકુળ થવા અને પંજાબમાં ખેડૂતો દ્વારા પરાલી સળગાવવાની ઘટનાઓને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકાર 1 ઓક્ટોબરથી સંશોધિત ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP) ને લાગુ કરવાની તૈયારી કરી રહી છે.GRAP હેઠળ, પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વાયુ પ્રદૂષણ વિરોધી પગલાં લેવામાં આવે છે.
એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશન (CAQM) ની સૂચનાઓ મુજબ, પ્રદૂષણોના સંચયને રોકવા માટે આ યોજના સામાન્ય તારીખના 15 દિવસ પહેલા અમલમાં આવશે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે ચોમાસાની વાપસી બાદ પવનની દિશામાં ફેરફાર અને પવનની ગતિમાં ઘટાડો થવાને કારણે આવું થાય છે.
અધિકારીએ કહ્યું, અમે ‘રીયલ ટાઈમ સોર્સ એપોર્શન્મન્ટ સિસ્ટમ’નો પણ ઉપયોગ કરીશું જે વાહનો, રસ્તાની ધૂળ, બાંધકામની ધૂળ,પરાલી સળગાવવા અને ઔદ્યોગિક ઉત્સર્જન જેવા પ્રદૂષણના સ્ત્રોતોની અસરને સમજવામાં મદદ કરશે.’ગ્રીન વોર રૂમ’ નિયમોના ઉલ્લંઘન પર નજર રાખશે અને ફરિયાદોનું નિવારણ કરશે.
તેમણે કહ્યું કે ‘રેડ લાઈટ ઓન, ગાડી ઓફ’ ઝુંબેશને ફરીથી લાગુ કરવા અંગે હજુ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.અધિકારીએ જણાવ્યું કે ફટાકડા પરનો ‘સંપૂર્ણ પ્રતિબંધ’ દશેરા દરમિયાન પણ અમલમાં રહેશે.સંશોધિત GRAP એ દિલ્હી-NCRમાં વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે CAQM દ્વારા ઘડવામાં આવેલી નવી નીતિનો એક ભાગ છે.તે આગાહીઓના આધારે પ્રતિબંધોના સક્રિય અમલીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.