Site icon Revoi.in

તમારી ત્વચાને નિખારવાનું કામ કરે છે સુકી દ્રાક્ષનું પાણી, જાણો કઈ રીતે કરવો ઉપયોગ

Social Share

આપણે સૌ કોઈ જાણીએ છીએ કે સુકી દ્રાક્ષ ત્વચા માટે ખૂબ ગુણકારી છે,તેને ખાવાથી અઢળક સ્વાસ્થ્ય લક્ષી લાભો થાય છે પણ કદાચ જ તમે જાણતા હશો કે સુકી દ્રાક્ષને પાણીમાં પલાળી તે પાણીને ત્વચા પર લગાવવામાં આવે તો ઘણો ફાયદો થાય છે, સુકી દ્રાક્ષનું પાણી ત્વચામાટે ખૂબ સારુ ગણવામાં આવે છો તો ચાલો જાણીએ તેનો કઈ રીતે કરવો ઉપયોગ.સુકી દ્રાક્ષનું પાણી એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર હોય છે જે ચહેરાના રંગને સુધારવાથી લઈને તેને સ્વસ્થ બનાવવા સુધીના તમામ કામ કરે છે.  

આ રીતે બનાવો સુકી  દ્રાક્ષનું પાણી

સૌ પ્રથમ એક વાટકી પાણીને ગરમ કરો ત્યાર બાદ તેમાં સુકી લાલ દ્રાક્ષનાખઈદો હવે આખી રાત આ દ્રાક્ષને પાણીમાં જ પલાળી દો.ત્યાર બાદ સવારે પાણીને ગાળી લો,તેયાર છે તમારું દ્રાક્ષનું પાણી

દ્વાક્ષવાળા પાણીના ઉપયોગના જાણો ફાયદાઓ

જો તમે નિયમિતપણે કિસમિસના પાણીનો ઉપયોગ કરો છો તો તેનાથી ચહેરાનો રંગ નિખારશે. આ સિવાય ત્વચા પરના ડાઘ પણ દૂર થશે. ઉપરાંત, તમારી ત્વચા હાઇડ્રેટેડ રહી શકશે અને વૃદ્ધત્વના લક્ષણો પણ તમારાથી દૂર રહી શકશે.

 ફેસપેક

હવે આ પાણીમાં તમે ઓટ્સ નાખીને એક જાતનું સ્ક્રબ તૈયાર કરી શકો છો,જેને ત્વચા પર લગાવી 10 મિનિટ રહેવાદો ત્યાર બાદ ત્વચાને સ્ક્રબ કરીલો, આમ કરવાથી તમારી ત્વચાની ડાર્કનેશ દૂર થાય છે.

સ્ક્રબ

આ સહીત આ પાણીમાં મધ પણ ઉમેરી શકો છો. મધ ઉમેરીને તેમાં 1 ચમચી ચોખાનો લોટ ઉમેરો ત્યાર બાદ આ પેસ્ટને ચહેરા પર લગાવો અને પછી સ્ક્રબિંગ કરો. 

 ટોનર

દ્રાક્ષ વાળા પાણીનો ઉપયોગ તમે ટોનર તરીકે પણ કરી શકાય છે. બે દિવસ સુધી પલાળેલી કિસમિસને પાણીમાંથી  કાઢી લો અને તેના પાણીમાં ગુલાબજળ મિક્સ કરો. તેને સ્પ્રે બોટલમાં ભરીને ફ્રીજમાં રાખો. રાત્રે સૂતા પહેલા તેને ફેસ પર લગાવો અથવા સ્પ્રે કરીદો