Site icon Revoi.in

દિલ્હી મેટ્રોની ગ્રે અને પિંક લાઇન 6 ઓગસ્ટથી શરૂ થશે, મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી કરશે ઉદ્દઘાટન

Social Share

દિલ્હી મેટ્રો તરફથી જલ્દી  દિલ્હીવાસીઓને ટૂંક સમયમાં ગ્રે લાઈનની ભેટ મળવા જઈ રહી છે. દિલ્હી મેટ્રોની ગ્રે લાઇનનો વિસ્તાર કરી બનાવવામાં આવેલ નજફગઢ થી ઢાંસા બસ સ્ટેન્ડ અને ત્રિલોકપુરીમાં પિંક લાઇન કોરિડોરનો એક નાનો ભાગ 6 ઓગસ્ટના રોજ ઉદ્દઘાટન કરવામાં આવશે.

દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશનનું કહેવું છે કે, કેન્દ્રીય આવાસ અને શહેરી મામલોના મંત્રી હરદીપ સિંહ પુરી અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ બે વિભાગનું ઉદ્દઘાટન કરશે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે ઉદ્દઘાટન સમારોહ 6 ઓગસ્ટના રોજ સવારે ઓનલાઈન થશે, જ્યારે બંને વિભાગમાં પેસેન્જર સેવાઓ એક જ દિવસે બપોરે 3 વાગ્યાથી શરૂ કરવામાં આવશે.

આશરે એક કિલોમીટર લાંબો નજફગઢ- ઢાંસા બસ સ્ટેન્ડ વિભાગ દ્વારા મેટ્રોને નઝફગઢના આંતરિક વિસ્તારોમાં લઈ જશે. મયુર વિહાર પોકેટ 1 અને ત્રિલોકપુરી સંજય લેક સ્ટેશનો વચ્ચે અંદાજે 289 મીટર લાંબો ત્રિલોકપુરી વિભાગ 59 કિમી લાંબી પિંક લાઇન સાથે સંપૂર્ણ રીતે જોડાયેલો રહેશે અને શહેરના મહત્વના બિંદુઓ જેવા કે આનંદ વિહાર રેલ્વે સ્ટેશન, આનંદ વિહાર ISBT, નિઝામુદ્દીન રેલવે સ્ટેશન, સાઉથ એક્સ્ટેન્શનમાં બજારો, આઈએનએ અને લાજપત નગર સાથે જોડવામાં આવશે.

પિંક લાઇન પર 38 મેટ્રો સ્ટેશન છે. આ વિભાગો ખોલવાથી દિલ્હી મેટ્રો નેટવર્ક 390 કિમી લાંબુ બનશે, જેમાં 286 સ્ટેશન હશે.