1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. મહેસાણાના સુરધારા સર્કલ પર વાહન ચેકિંગ દરમિયાન GRDના જવાનનું ટ્રકની અડફેટે મોત,
મહેસાણાના સુરધારા સર્કલ પર વાહન ચેકિંગ દરમિયાન GRDના જવાનનું  ટ્રકની અડફેટે મોત,

મહેસાણાના સુરધારા સર્કલ પર વાહન ચેકિંગ દરમિયાન GRDના જવાનનું ટ્રકની અડફેટે મોત,

0
Social Share

મહેસાણાઃ શહેરના સુવિધા સર્કલ નજીક ગત મોડીરાત્રે વાહન ચેકીંગ દરમિયાન પૂરફાટ ઝડપે આવી રહેલા ટ્રક ચાલકે ફરજ બજાવતા GRD જવાનને ટક્કર મારતા તેનું મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ ટ્રકચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસે ફરાર થયેલા ટ્રકચાલકને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

મહેસાણાના સુરધારા સર્કલ પર મધરાત બાદ વાહનચેકિંગ કરી રહેલા જીઆરડી જવાનનું ટ્રકની અડફેટે મોત નિપજતા ચકચાક મચી ગઈ હતી. મહેસાણાના તાલુકા પોલીસ મથકમાં ફરજ બજાવતા GRD જવાન બાબુભાઇ સોલંકી અને  પરેશભાઈ ચૌધરી ગતરાત્રે સુવિધા સર્કલ પાસે વાહન ચેકીંગમાં હતા એ દરમિયાન રાત્રે 1 વાગ્યાના અરસામાં પાલાવાસણા તરફથી RJ 14 GJ 6961 નંબરનો ટર્બો ટ્રકના ડ્રાઈવરે પોતાની ટ્રક બેફામ રીતે હંકારી ફરજ પર રહેલા GRD જવાન સોલંકી બાબુભાઇને અડફેટે લઇ ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતમાં મૃતકનું ઘટના સ્થળેજ મોત નિપજ્યું હતું. સમગ્ર મામલે હાલમાં મહેસાણા તાલુકા પોલીસ મથકમાં અકસ્માત સર્જી ફરાર થયેલા ટ્રક ડ્રાઇવર સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. તેમજ હાલમાં સીસીટીવીના મદદથી ટ્રકને ઝડપવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.

સૂત્રોએ જણાવ્યુ હતું કે, રાતના સમયે વાહનોના ચેકિંગ દરમિયાન ફરજ પરના સ્ટાફને રેડિયમ જેકેટ આપવા જોઈએ કે જેથી વાહનચાલકોને દુરથી ખબર પડી શકે, રાતના સમયે વાહનો પૂરઝડપે દોડતા હોય છે. એક વર્ષ અગાઉ પણ મહેસાણા તાલુકા પોલીસ મથકમાં ફરજ બજાવતા એક GRD જવાનને સુવિધા સર્કલ નજીક ફરજ દરમિયાન બેફામ ટ્રકચાલકે જવાનને કચડી ફરાર થઈ ગયો હતો. જોકે ફરી એકવાર આજ ઘટના બનતા હાલમાં મહેસાણા જિલ્લા પોલીસ વડાના જણાવ્યા પ્રમાણે સર્કલ પર રેડિયમ વાળા બેરીકેટ લગાવવામાં આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code