Site icon Revoi.in

યોગી સરકારની મોટી ભેટ! ટૂંક સમયમાં PHC-CHC માં હેલ્થ એટીએમ ગોઠવવામાં આવશે

Social Share

લખનઉ : સ્વાસ્થ્યની દિશામાં યોગી સરકાર ટૂંક સમયમાં રાજ્યના લોકોને એક મોટી ભેટ આપવા જઇ રહી છે. હવે યુપીના તમામ પીએચસી અને સીએચસીમાં હેલ્થ એટીએમ લગાવવામાં આવશે. દર્દીઓ આ મશીનો દ્વારા તેમના પોતાના આરોગ્યની તપાસ કરી શકશે. એટીએમ દ્વારા ખાંડ, બીપી, પલ્સ રેટ, શરીરનું તાપમાન, ઓક્સિજન સ્તર સહિતના અન્ય ઘણા પરીક્ષણો નિ: શુલ્ક કરી શકાય છે. દર્દીઓ માટે પણ આ સુવિધા ખૂબ જ સરળ રહેશે.

યોગી સરકારના આ પગલાથી ન તો કર્મચારીઓ પર વધારાનો બોજો પડશે કે ન તો દર્દીઓએ પીએચસી-સીએચસીમાં પરીક્ષણો માટે લાંબી લાઇનોમાં ઉભા રહેવું પડશે. દર્દીઓ હવે આ તમામ પરીક્ષણો જાતે કરી શકશે. ગામો અને નગરોમાં વસતા લોકોને આ યોજનાનો મહત્તમ લાભ મળશે. હવે દર્દીઓ આધુનિક મશીનો દ્વારા જાતે 59 પ્રકારના પરીક્ષણો કરી શકશે. આ માટે તેઓને હોસ્પિટલ સ્ટાફની વચ્ચે આગળ-પાછળ ચાલવું નહીં પડે.

નિષ્ણાંતોનું કહેવું છે કે ડોકટરો સીધી હેલ્થ એટીએમ સાથે દૈનિક કન્સલ્ટન્સી દ્વારા જોડાશે. ત્યાં તપાસ કરનારાઓને માર્ગદર્શન આપશે. હવે ઓપીડી જેવી સુવિધા હેલ્થ એટીએમમાં મળશે. સરકારનું કહેવું છે કે, હેલ્થ એટીએમ લગાવવાથી લોકોમાં તેમના સ્વાસ્થ્ય વિશે જાગૃતિ વધશે. તો, ડોકટરો રિપોર્ટના આધારે દર્દીઓની સારવાર કરશે. કોરોના કાળમાં યોગી સરકારનો આ નિર્ણય લાભથી ભરેલો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

કેશ એટીએમ મશીનોની જેમ જાહેર સ્થળોએ પણ હેલ્થ એટીએમ લગાવવામાં આવશે.ટ્રેનીંગ બાદ ટેક્નીશિયનોને પણ હેલ્થ એટીએમમાં તૈનાત કરવામાં આવશે. જેથી મશીનોની યોગ્ય રીતે સારસંભાળ લઇ શકાય. સરકારની આ યોજનાથી લોકોને હેલ્થ રિલેટેડ લાભો મેળવવા ઉપરાંત રોજગારની તકોમાં પણ વધારો થશે. ટૂંક સમયમાં હેલ્થ એટીએમ સ્થાપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. આ અંગે સીએમ યોગી દ્વારા અધિકારીઓને સૂચનાઓ જારી કરવામાં આવી છે. આ કામમાં ઘણા મોટા બિઝનેસ ગ્રુપ સરકારને મદદ કરશે