કોરોનાના એક્ટિવ કેસોમાં મોટી રાહત – સક્રિય કેસોની સંખ્યા માત્ર 1 લાખ, 24 કલાકમાં નોંધાયા 7 હજારથી ઓછા કેસ
- કોરોનામાં મોટી રાહત
- એક્ટિવ કેસની સંખ્યા માત્ર એક લાખ
- ઓમિક્રોન વાયરસ સામે સારા સમાચાર
દિલ્હીઃ- દેશભરમાં જ્યા કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનને લઈને હાહાકાર મચ્યો છે ત્યાર દેશમાં કોરોનાના એક્ટિવ કેસોને લઈને સારા સચામાચ સામે આવી રહ્યા છે.દેશભરમાં એક્ટિવ કેસો સતત ઘટતા જોવા મળી રહ્યા છે.તો નવા નોંધાયેલા કેસોની સંખ્યા પણ છેલ્લા એક દિવસમાં ઘચટી છે.
છેલ્લા એક દિવસની જો વાત કરીએ તો, દેશમાં ફક્ત 6 હજાર 990 નવા કેસ નોંધાયા છે, જે 551 દિવસની સરખામણીમાં સૌથી ઓછા છે. આ ઉપરાંત, 10 હજાર 116 લોકો કોરોનામાંથી સાજા થયેલા જોવા મળ્યા છે જેને લઈને સક્રિય કેસોમાં ઝડપી ઘટાડો થઈ રહ્યો છે.
જો એક્ટિવ કેસોની વાત કરવામાં આવે તો હવે દેશભરમાં કુલ સક્રિય કેસોની સંખ્યા 1 લાખ રહી છે. 546 દિવસ પછી આ જોવા મળી રહ્યું છે તહેવારોની મોસમ બાદવિશ્વભરમાં ઓમિક્રોનના ભયને જોતા તે ભારત માટે રાહત એક બાબત છે.
હાલમાં, સક્રિય કેસની ટકાવારી માત્ર 0.29 ટકા જોવા મળે છે, જે માર્ચથી પાછલા વર્ષથી સૌથી નીચો સ્તરકહી શકાય છે. આ ઉપરાંત, દૈનિક સકારાત્મકતા દર વિશે વાત કરો, તે 0.69 ટકા જોવા મળે છે. આ સાથે જ એક તરફ, કોરોના રસીકરણની ગતિ દેશમાં તીવ્ર છે, તેથી નવા કિસ્સામાં ઘટાડો ચાલુ રહ્યો છે. આ દેશના કોરોના કટોકટીને દૂર કરવા માટેની આશાઓમાં વધારો થયો છે. જોકે ઓમિક્રોન વેરિઅન્ટને લઈને ભારતમાં સતર્કતા દાખવવામાં આવી રહી છે.