Site icon Revoi.in

કોરોનાની લડમાં ભારતને મોટી સફળતાઃ 16 જાન્યુઆરીના રોજથી આરંભ કરાયેલા રસીકરણનો આંકડો 90 કરોડ ને પાર પહોંચ્યો

Social Share

દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં વિતેલા વર્ષથી જ કોરોના મહામારીનો પ્રકોપ જોવા મળ્યો હતો ત્યાર બાદ વેક્સિનની દિશામાં કાર્ય હાથ ધરાયું  આ વર્ષના જાન્યુઆરી મહિનાની 16 તારિખથી જ વેક્સિનેશન અભિયાનનો આરંભ કરવામાં આવ્યો હતો જે અત્યાર સુધી મોટા પાયે રસીકરણ કરવાનો રેકોર્ડ બન્યો છે.

દેશમાં કોરોનાની બીજી લહેર બાદ કેસમાં ધટાડો નોઁધાઈ રહ્યો છે. ત્યારે રસીકરણમાં પણ મોટી સફળતા મળી ચૂકી છે, રસીકરણમાં ભઆરત જીત તરફ આગળ વધી રહ્યું છે,વેક્સિનેશન મામલે ભારત સતત નવા રેક્રોડ બનાવી રહ્યું છે,ત્યારે હવે રસીકરણની બાબતે દેશએ 90 કરોડનો આકંડો પાર કરી દીધો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ રસીકરણની બાબતે ટ્વિટ કરીને કહ્યું કે ભારતે કોરોના રસીકરણમાં 90 કરોડનો લેંડમાર્ક પાર કર્યો છે. તેમણે લખ્યું, ‘શાસ્ત્રીજીએ’ જય જવાન-જય કિસાન’નું સૂત્ર આપ્યું અને આદરણીય અટલજીએ ‘જય વિજ્ઞાન’ ઉમેર્યું અને મોદીજીએ ‘જય અનુસંધાન’નું સૂત્ર આપ્યું. આજે સંશોધનનું પરિણામ આ કોરોનાની રસી તરીકે જોઈ શકાય છે. #જયઅનુસંધાન.

સ્વાસ્થ્ય કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા એ આ બાબતે આજરોજ શનિવારે માહિતી આપી હતી  અને કહ્યુ હતું કે ભારતમાં રસીકરણનો આંકડો 90 કરોડને પાર થઈ ચૂક્યો છે,ઉલ્લેખનીય છે કે 16 જાન્યુઆરીથી સમગ્ર દેશમાં રસી આપવાની શરુઆત કરવામાં આવી હતી જેમાં સૌ પ્રથમ ફ્રંટલાઈનનાકામદારોને વેક્સિન આપવા બાબતે પ્રાથમિકતા અપાઈ હતી.