- શાબાશ મિટ્ઠુંનું ટ્રેલર થયું રિલીઝ
- તાપસી પન્નુ મિતાલી રાજની ભૂમિકામાં
- 15 જુલાઈએ સિનેમાઘરોમાં રિલીઝ થશે આ ફિલ્મ
મુંબઈ:આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 23 વર્ષ લાંબુ કરિયર અને ઘણા રેકોર્ડ બનાવનાર મિતાલી રાજને આજે દુનિયાભરની છોકરીઓ પ્રેરણારૂપ માને છે અને તે તેના જેવી બનવા માંગે છે.તાપસી પન્નુ મિતાલી રાજના જીવન પર આધારિત ફિલ્મ શાબાશ મિટ્ઠુંમાં મિતાલી રાજની ભૂમિકા ભજવી રહી છે, જેણે તાજેતરમાં જ તેની નિવૃત્તિની જાહેરાત કરી હતી. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે.
ટ્રેલરમાં આપણને ‘એટિટ્યુડ બદલો, ગેમ બદલી ગઈ’નો મેસેજ મળી રહ્યો છે. ટ્રેલર જોઈને તમારી આંખો ભરાઈ જશે કારણ કે તાપસીએ મિતાલીની ભૂમિકા ખૂબ સારી રીતે ભજવી છે અને ટ્રેલર પરથી જ આપણને ખબર પડે છે કે ફિલ્મનું ડિરેક્શન કેટલું શાનદાર રહ્યું છે.
લગભગ બે મિનિટના ટ્રેલરની શરૂઆત મિતાલીના બાળપણની વાર્તાથી થાય છે.આ પછીથી તેણીએ કેવી રીતે રમવાનું શરૂ કર્યું, પછી પ્રેક્ટિસ કરી, તેણી કેવી રીતે ક્રિકેટમાં સામેલ થઈ અને પછીથી કેપ્ટન બની તેમજ એક મહિલા હોવાના કારણે તેણીએ જે વિવિધ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો તે અંગે પણ જણાવાયું છે.તાપસીને એવું કહેતા સાંભળવામાં આવે છે, “એવું રમીને બતાવીશ કે કોઈ મારી ઓળખાણ ક્યારેય ભૂલી ન શકે.”
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેની 23 વર્ષની લાંબી કારકિર્દીનો રેકોર્ડ તોડવા માટે જાણીતી મિતાલી રાજે વન ડે માં 10,000 થી વધુ રન બનાવ્યા.
અહીં જુઓ ટ્રેલર