Site icon Revoi.in

ગ્રેટર નોઈડા: યમુના એક્સપ્રેસ વે પર ઉભેલી ટ્રકની પાછળ પ્રવાસીઓથી ભરેલી બસ અથડાતા 8ના મોત

Social Share

યુપીના ગ્રેટર નોઈડાના યમુના એક્સપ્રેસવે પર શુક્રવારે સવારે ભીષણ સડક દુર્ઘટના સર્જાઈ હતી. આ અકસ્માતમાં આઠ લોકોના મોત નીપજ્યા છે અને 30 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જાણકારી પ્રમાણે, દુર્ઘટના સવારે લગભગ પાંચ વાગ્યે ત્યારે સર્જાઈ હતી, કે જ્યારે આગ્રા તરફ જઈ રહેલી ડબલ ડેકર બસ એક ઉભી રહેલી ટ્રકની સાથે અથડાઈ હતી. જેના કારણે બસનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત થયો હતો.

દુર્ઘટના કરોલી ગામની પાસે સર્જાઈ હતી. રબુપુરા પોલીસ સ્ટેશનની પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને નજીકની વિભિન્ન હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતા. ઘણાં ઈજાગ્રસ્તોની હાલત ગંભીર હોવાનું પણ જણાવાઈ રહ્યું છે. મૃતકોની લાશોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી છે.

પોલીસે જણાવ્યું છે કે સડક દુર્ઘટનાનો ભોગ બનેલી બસ આગ્રાથી નોઈડા આવી રહી હતી. બસના ડ્રાઈવરે અંધારાને કારણે ટ્રકને જોઈ શક્યો નહીં અને બસ ટ્રકના પાછળના ભાગ સાથે અથડાઈ હતી. દુર્ઘટનાની સાથે જ બસમાં રહેલા પ્રવાસીઓ દ્વારા ચીસચીસ કરવામાં આવી હતી. ઈજાગ્રસ્તોને જેવરની હોસ્પિટલમાં સારવાર માટે ભરતી કરાવવામાં આવ્યા છે.