Site icon Revoi.in

લીલી બદામ શરીરના ઝેરી પ્રદાર્થને કરે છે દૂર, શુગરને રાખે છે નિયંત્રણમાં- જાણો તેના સેવનથી થતા અનેક ફાયદા

Social Share

સામાન્ય રીતે સુકા મેવાના ફાયદાઓ ઘણા છે, તે વાતથી આપણે સો કોઈ વાકેફ છીએ, જેમાં ખાસકરીને બદામ ખાવાથી યાદ શક્તિ વધવાથી લઈને વાળ મજબૂત બને છે એવી અનેક ફાયદાકારક બાબત આપણે જાણી હશે અને સાંભળી હશે ,ત્યારે આજે આપણે આ બદામ જ્યારે લીલી હોય છે ત્યારે તેને ખાવાથી જે ફાયદાઓ છથાય છે તેની વાત કરીશું, નિષ્ણાંતોના મતે લીલી બદામ સુકી કરતા વઘુ ગુણકારી હોય છે, તેનું સેવન કરવાથી આપણા શરીરમાં રહેલા અનેક ઝેરી પ્રદાર્થો બહાર નીકળે છે અને આરોગ્ય જળવાઈ રહે છે.

લોહીને શુદ્ધ કરવામાં લીલી બદામનો મહત્વનો ફાળો

સામાન્ય રીતે લીલી બદામના સેવનથી લોહી શુદ્ધ બને છે,લીલી બદામ ખાવાથી શરીરની અંદર સમાયેલા ઝેરીલા પદાર્થને સરળતાથી બહાર લાવે છે જેથી લોહી સારુ બને છએ અને લોહી શુદ્ધ રહેવાથી અનેક બીમારીઓમાં છૂકારો મળે છે.

ત્વાચાની કાળજી રાખવામાં લીલી બદામ ઉપયોગી

લીલી બદામના સેવનથી ત્વલક્ષી સમસ્યાઓ દૂર થા છે, તેને રોજ સવારે 10 થી 12 નંગ ખાવાથી ચહેરા પર થતી ખીલની સમસ્યામાંથી છૂટકારો મળે છે.અને ત્વચા પણ ગ્લો કરે છે.

શરીરના હાડકાઓને મજબૂત બનાવે છે લીલી બદામ

લીલી બદામ ખાવાથી આપણું શરીર મજબૂત બને છે કારણ કે આ બદામમાં મોટી માત્રામાં કેલ્શિયમ સમાેલું હોય છે. કેલ્શિયમ ના કારણે જ હાડકાઓ મજબુત બને છે અને છેવટે આરોગ્ય પણ મજબૂત રહે છે

દાંતને લગતી સમસ્યાઓમાં લીલી બદામ ગુણકારી

લીલી બદામના સેવનથી દાંત મજબૂત બને છે કારણ કે તેમાં કેલ્શિયમ હોવાથી તે દાંતને લગતા તમામ રોગોમાંથી છૂટકારો આપી શકે છે, કેલ્શિયમના કારણે દાંતને લગતી સમસ્યાઓ ઓછી થાય છે.આ સાથે જ ઓસ્ટીયોપોરોસીસ થવાનું જોખમ પણ ઓછુ થઇ જાય છે. તેથી બાળકો અને વૃદ્ધ લોકો ને લીલી બદામ નું સેવન કરવું યોગ્ય છે

મેમોરી બનાવે છે પાવરફુલ

સામાન્ય રીતે બદામનો મુખ્ય ગુણ યાદ શક્તિ વધારવાનો હોય છે યાદદાશ્ત ને વધારવામાં લીલી બદામ ફાયદાકારક સાબિત થાય છે અને તેનું સેવન કરવાથી મગજ પર સારી અસર પડે છે. યાદદાશ્ત ના સિવાય અલ્જાઈમર અને અન્ય મસ્તિષ્ક સંબંધી રોગો ને દુર કરે છે

શુગરને રાખે છે નિયંત્રણમાં લીલી બદામ

આ સાથે જસ સુરના દર્દીઓ માટે પણ લીલી બદામ ગુણકારી ગણાય છે,તેના સેવનથી થ રક્ત શર્કરા ના સ્તર ને ઓછુ કરવામાં મદદ મળે છે. શુગર ના દર્દી જો રોજ તેમનું સેવન કરે તો તેમની ડાયાબીટીસ નિયંત્રિત કરવામાં મદદ મળી રહે છે.