લીલા સફરજન પણ સ્વાસ્થ્યને કરે છે ફાયદો- જાણો તેના સેવનથી કઈ બીમારીઓમાં મળે છે રાહત
- લીલા સફરજન સ્વાસ્થય માટે ગુણકારી
- અનેક નાની મોટી બીમારીમાં આપે છે રાહત
સામાન્ય રીતે ડોક્રથી લઈને વડિલોને આપણે કહેતા સાંભળ્યા છે કે સફરજન ખાવું સ્વાસ્થ્ય માટે ગુણકારી છે,જો કે ગ્રીન એપલ પણ સ્વાસ્થ્યને ઘણો ફાયદો કરે છે કારણ કે તેમાં કેલ્શિયમ, આયર્ન, વિટામીન અને એન્ટીઓક્સીડેન્ટ જેવા ગુણ હોય છે, જે શરીરને ફાયદો કરે છે અને રોગોથી રાહત આપવાનું કાર્ય કરે છે.
માનસીક સ્વાસ્થ્યને સુધારવામાં લીલા સફરજનનો મહત્વનો ફઆળો છે કારણ કે લીલા સફરજનમાં ક્વેર્સેટીન નામનું તત્વ જોવા મળે છે. માનસિક સ્વાસ્થ્યને મજબૂત કરવા માટે લીલા રંગનું સફરજન ખૂબ જ સારું માનવામાં આવે છે. જે લોકોને અલ્ઝાઈમરની બીમારી હોય તેમણે લીલા સફરજનનું નિયમિત સેવન કરવું જોઈએ.
લીલા સફરજનમાં કેલરી ઘણી ઓછી જોવા મળે છે. દરરોજ એક લીલા સફરજનને આહારમાં સામેલ કરવાથી શરીરને અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓથી બચાવી શકાય છે.લીલા સફરજનમાં કેલ્શિયમ, પ્રોટીન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને પોટેશિયમ, કોપર, આયર્ન, ઝિંક, વિટામિન-એ અને વિટામિન-કે જેવા પોષક તત્વો મળી આવે છે, જે હાડકાંને મજબૂત કરવામાં મદદરૂપ માનવામાં આવે છે.
લીલા સફરજનના સેવનથી નબળા હાડકાની સમસ્યાથી રાહત મેળવી શકાય છે. એટલું જ નહીં લીલા સફરજનનું સેવન કરીને ત્વચાને પણ સ્વસ્થ રાખી શકાય છે. લીવર સફરજનને લીવર માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. તો ચાલો આજે તમને લીલા સફરજનના ફાયદા વિશે જણાવીએ.
આ સાથે જ લીલા સફરજનમાં સારી માત્રામાં કેલ્શિયમ હોય છે. કેલ્શિયમ હાડકાના સ્વાસ્થ્ય માટે જરૂરી છે. જે લોકોવના શરીરમાં કેલ્શિયમની ઊણપ હોય તેમણે દરરોજ સવારે 1 સફરજનનું સેવન કરવું જોઈએબીજી તરફ લીવર માટે પણ લીલા સફરજનમાં રહેલા પોષક તત્વો સારુ કાર્ય કરેછે.
આ સહીત લીલા સફરજનમાં એન્ટીઓક્સીડેન્ટ અને ફાઈબર મળી આવે છે. આ પાચન માટે ફાયદાકારક છે.પાતન શક્તિને તે મજબૂત બનાવે છે.લીલા સફરજનમાં વિટામિન A સારી માત્રામાં હોય છે, જે આંખો માટે ફાયદાકારક છે. સફરજન આંખોની રોશની વધારવામાં અસરકારક સાબિત થઈ શકે છે.