Site icon Revoi.in

ગ્રીન એપલનું જ્યુસ આરોગ્ય માટે અનેક રીતે ફાયદાકારક

Social Share

ગ્રીન એપલ માત્ર સ્વાદમાં ટેસ્ટી હોવાની સાથે તેમાં રહેલા પોષક તત્વો આપણા શરીરને ઘણી બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે જેઓ ફિટનેસ અને હેલ્થ પર ધ્યાન આપે છે તેઓ ગ્રીન એપનના જ્યુસને પસંદ કરે છે. તે હેલ્ધી અને તાજગીથી પણ ભરપૂર છે.

ગ્રીન એપલ જ્યુસના ફાયદા

વજન ઘટાડવામાં મદદરૂપ: ગ્રીન એપલ જ્યુસમાં કેલરી ઓછી હોય છે અને તેનાથી લાંબા સમય સુધી પેટ ભરેલું લાગે છે, જે ભૂખ ઓછી કરે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે.

ડાયાબિટીસ માટે ફાયદાકારક: ગ્રીન એપલમાં નેચરલ શુગર હોય છે, જે શરીરના બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
પાચનતંત્ર માટે ફાયદાકારકઃ ગ્રીન એપલનો જ્યુસ પેટને સાફ કરવામાં અને પાચનતંત્રને મજબૂત બનાવવામાં મદદરૂપ છે.

ત્વચા અને વાળ માટે ફાયદાકારકઃ આ જ્યૂસમાં વિટામિન C, E અને A ભરપૂર માત્રામાં હોય છે, જે ત્વચાને ચમકદાર અને વાળને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

હૃદયની તંદુરસ્તી સુધારેઃ ગ્રીન એપલમાં એન્ટીઓક્સીડેન્ટ અને ફાઈબર હોય છે, જે હૃદયની બીમારીઓ સામે રક્ષણ આપે છે અને કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખે છે.

• ગ્રીન એપલ જ્યુસ બનાવવાની રેસીપી

સામગ્રી:

2 ગ્રીન એપલ, 1 ચમચી લીંબુનો રસ, 1/2 ચમચી આદુ (છીણેલું), એક ચપટી કાળું મીઠું, 1 કપ ઠંડુ પાણી

બનાવવાની રીતઃ

સૌ પ્રથમ ગ્રીન એપલને ધોઈને તેના નાના ટુકડા કરી લો. આ ટુકડાઓને બ્લેન્ડરમાં મૂકો અને તેમાં પાણી, આદુ અને લીંબુનો રસ ઉમેરો. બ્લેન્ડર ચાલુ કરો અને મિશ્રણને સ્મૂધ ન થાય ત્યાં સુધી બ્લેન્ડ કરો. તૈયાર કરેલા જ્યુસને ગાળીને ગ્લાસમાં કાઢી લો અને તેમાં કાળું મીઠું નાખીને સર્વ કરો. ગ્રીન એપલનો જ્યુસ તમને તાજગી તો આપશે જ સાથે સાથે તમારા સ્વાસ્થ્યને પણ મજબૂત કરશે.