ગાંધીનગર: ગુજરાતમાં શરૂ થયેલી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં મુકેશ અંબાણીએ ઘણાં મોટા એલાનો કર્યા છે. અંબાણીએ ગુજરાતને પાંચ વાયદા કર્યા છે. તેની સાથે જ કહ્યુ છે કે રિલાયન્સ 2030 સુધી ગુજરાતમાં પોતાનું રોકાણ ચાલુ રાખશે. ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા માટે ધીરુભાઈ અંબાણી ગ્રીન કોમ્પ્લેક્સ ખોલવાની પણ ઘોષણા કરી છે.
જામનગરમાં શરૂ થશે ધીરુભાઈ અંબાણી ગ્રીન કોમ્પ્લેક્સ
અંબાણીએ જામનગરમાં ધીરુભાઈ અંબાણી ગ્રીન કોમ્પ્લેક્સની શરૂઆત કરવાની ઘોષણા કરી છે, જેમાં 2024માં ગ્રીન કોમ્પ્લેક્સને ચાલુ કરવાની યોજના છે. તેનાથી મોટી સંખ્યામાં હરિત નોકરીઓ પેદા થશે અને હરિત પ્રોડક્ટ અને મટિરિયલ મળશે. તેની સાથે જ ગુજરાત ગ્રીન પ્રોડક્ટનું લીડિંગ એક્સપોર્ટર બની જશે.
મુકેશ અંબાણીના પાંચ કમિટમેન્ટ્સ-
- રિલાયન્સ કંપની આગળ પણ ગુજરાતમાં રોકાણ ચાલુ રાખશે. 2030 સુધી ગુજરાતને તેની ગ્રીન એનર્જી સાથે સંબંધિત જરૂરિયાતોનો અડધો હિસ્સો પ્રાપ્ત કરવામાં મદદ કરશે
- રિલાયન્સ જિયોએ દુનિયાભરમાં ઝડપથી 5જીનો રોલઆઉટ પુરો કર્યો છે. 5જી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી ગુજરાતમાં નોકરીઓ પેદા થશે, તેનાથી યુવાઓને ઘણો ફાયદો મળશે.
- રિલાયન્સ રિટેલ ગુજરાતમાં ગુણવત્તાપૂર્ણ પ્રોડક્ટ્સ લાવશે અને ખેડૂતોનું સમર્થન કરશે. તેની સાથે જ રિલાયન્સ રિટેલ પોતાના ગ્રાહકોને હંમેશા ક્વાલિટીવાળી પ્રોડક્ટ ઉપલબ્ધ કરાવવાની પ્રતિબદ્ધતા પર કામ કરતું રહેશે
- રિલાયન્સ ઈન્ડસ્ટ્રઝ ગુજરાતમાં સર્કુલર ઈકોનોમી માટે ભારતનું પહેલું કાર્બન ફાયબર સ્થાપિત કરી રહી છે. તેની શરૂઆત હજીરામાં વર્લ્ડ ક્લાસ કાર્બન ફાઈબર ફેસિલિટી લગાવવાની સાથે થઈ ચુકી છે.
- રિલાયન્સ અને રિલાયન્સ ફાઉન્ડેશન ઓલિમ્પિક માટે શિક્ષણ અને ખેલના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરશે.
ગુજરાતીઓના સપનાને પુરા કરશે રિલાયન્સ –
આના સિવાય અંબાણીએ ગુજરાતને પોતાની માતૃભૂમિ અને કર્મભૂમિ ગણાવી છે. તેમણે કહ્યુ છે કે ગત 10 વર્ષોમાં રિલાયન્સે લગભગ 12 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. એક તૃતિયાંશથી વધારે રોકાણ માત્ર એકલા ગુજરાતમાં કર્યું છે. તેની આગળ તેમણે કહ્યુ કે 7 કરોડ ગુજરાતીઓના સપના પુરા કરવા માટે રિલાયન્સ કોઈ કસર છોડશે નહીં.
પીએમ મોદીએ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ઉદ્ઘાટન કર્યું છે. આ સમિટ 10થી 12 જાન્યુઆરી સુધી ચાલશે. આ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું દસમું સંસ્કરણ છે. તેમાં 34 દેશ અને 16 સંગઠન સામેલ છે. 2003માં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું પહેલું સંસ્કરણ આયોજીત થયું હતું.