Site icon Revoi.in

ગ્રીન ઓલિવ્સ કે જે તમારા આરોગ્યને પહોંચાડે છે અઢળક ફાયદા, પિત્ઝામાં નાખવા સિવાય પણ આ રીતે ખાય શકાય છે

Social Share

શાકભાજીથી લઈને ઘણી એવી ખાવા પીવાની વસ્તુઓ છે કે જે આપણે અવનવી વાનગીઓમાં વાપરતા હોઈએ છીએ પણ સાથે જ જો તેને સીઘી રીતે સારી રીતે ખાવામાં આવે તો હેલ્થ પર સારી અસર પડે છે,આપણે જૈતુનનું તેલ તો સાંભળ્યું હશે પણ તેનું ફળ એટલે કે જાતુલ જેને ઈગ્લિંશમાં ઓલિવ્સ કહેવામાં આવે છે જે આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.

ઓલિવ ઓઈલની જેમ ઓલિવનો પણ સીધો ઉપયોગ કરી શકાય છે. હા, ઓલિવ એક એવું ફળ છે, જેને અન્ય ફળોની જેમ ડાયટમાં સીધો જ સામેલ કરી શકાય છે. ઓલિવ ઓઈલની જેમ ઓલિવ પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. કેટલાક લોકો ઓલિવ ફળને ઔષધીય ગુણોનો ભંડાર પણ કહે છે. 
આ સાથે જ . કેટલાક અભ્યાસોમાં તેને હૃદયરોગ નિવારક દવા તરીકે પણ વર્ણવવામાં આવ્યું છે.ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન અને યુરોપિયન ફૂડ સેફ્ટી ઓથોરિટી કાર્ડિયોવાસ્ક્યુલર રિસ્ક ઘટાડવા માટે દરરોજ લગભગ 20 ગ્રામ અથવા બે ચમચી એક્સ્ટ્રા વર્જિન ઓલિવ તેલની ભલામણ કરે છે.એક્સ્ટ્રા વર્જિવ ઓલિવ તેલમાં રહેલા સંયોજન તત્વો નર્વસ સિસ્ટમનું રક્ષણ કરે છે, જેથી ડિપ્રેશન અને ચિંતા જેવી સમસ્યાઓનું જોખમ ઘટાડે છે.
એન્ટીઑકિસડન્ટ અસર ઓલિવ ફળની મિલકત છે.  ઓલિવમાં લગભગ 50 ટકા ફિનોલિક સંયોજનો જોવા મળે છે. તેમાં મુખ્યત્વે Hydroxytyrosol નામનું તત્વ હોય છે, જે શક્તિશાળી એન્ટીઑકિસડન્ટ તરીકે કામ કરી શકે છે. તેની એન્ટીઑકિસડન્ટ અસર હાનિકારક કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડી શકે છે અને શરીરને સ્વસ્થ રાખી શકે છે.
 ઓલિવમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ ગુણો ઘણી શારીરિક સમસ્યાઓના જોખમને ઘટાડવામાં મદદ કરી શકે છે.
આ સહીત ઓલિવ તેલમાં રહેલા એન્ટીઓકિસડન્ટ શરીરને સેલ્યુલર ડેમેજથી બચાવે છે, જે કેન્સર જેવા ગંભીર રોગોનું જોખમ ઘટાડી શકે છે.કેટલાક અભ્યાસો દર્શાવે છે કે જે લોકો ઓલિવ તેલનું સેવન કરે છે તેઓનું આયુષ્ય લાંબું હોય છે. અન્ય લોકોની સરખામણીમાં આવા લોકોમાં હૃદયરોગનું જોખમ પણ ઘણું ઓછું થાય છે