- લીલી ડુંગળી સ્વાસ્થ્ય માટે ગુણકારી
- લીલી ડુંગળીનું સેવન હેલ્થને સારી રાખે છે
હાલ શિયાશાની સિઝન શરુ થઈ ચૂકી છે ત્યારે માર્કેટમાં મોટા પ્રમાણમાં દરેક શાકભાજીઓ આવતા હોય છએ તેમાં આજે વાત કરવા જઈ રહ્યા છે લીલ ડુંગળીની ,લીલી ડુંગળીના જે લીલા પાન હોય છે તેનું સેવન સ્વાસ્થયને ઘણો ફાયદો કરે છે,તેને તમે સલાડ કરીતે ખાય શકો છો. તેમાં એન્ટીબેક્ટેરિયલ ગુણો દેરેકને બીમાર પડતા અટકાવે છે. લીલી ડુંગળીમાંથી મળતાં પોષકતત્વો આપણને કેન્સરથી બચાવે છે.
બ્લેપ્રેશર કંટ્રોલ કરે છે
લીલી ડુંગળીમાં રહેલ વિટામિન એ અને સી તમારી રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે. તેના સેવનથી ડાયાબિટીઝ, હાઈ બ્લડ પ્રેશર અને કેન્સર જેવા રોગોથી બચવામાં મદદ મળે છેઆ સાથે જ જો તમે અસ્થમાના રોગી છો તો તમારા માટે ડુંગળી ખૂબજ ફાયદાકારક ગણાય છે. લીલી ડુંગળીમાં રહેલ કેલ્શિયમ તમારાં હાડકાંને સ્વસ્થ બનાવે છે અને હાડકાં મજબૂત બનાવે છે.
રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બને છે
ડુંગળીનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. કોરોના ના નવા વેરિયેન્ટ માં આ લીલી ડુંગળીનું સેવન કરવું જોઈએ. જે કોરોનાના નવા વેરિયેન્ટથી બચવામાં મદદ કરશે. માટે શિયાળામાં દરરોજ લીલી ડુંગળીને આહારમાં સમાવેશ કરીને સેવન કરવું જોઈએ.
આ સાથે જ લોહીમાં ગ્લૂકોઝની માત્રા વધવાથી ડાયાબિટીસ થાય છે ત્યારે લીલી ડુંગળીના સેવનથી ડાયબિટીઝનું જોખમ ઓછું થાય છે. લીલી ડુંગળીમાં એન્ટી ઑક્સિડેન્ટ્સ હોય છે, જે મેદસ્વિતાના કારણે થતા ડાયાબિટીસની શક્યતાને ઘટાડવામાં મદદ કરે છે.
અસ્થામામાં રાહત
આ સાથે જ તાવ આવે એટલે તમે લીલી ડુંગળીના દાદીમાના નૂસખા અજમાવી શકો છો. વાસ્તવમાં લીલી ડુંગળીમાં ઈંફ્લેમેટરી ગુણો હોય છે, જે તાવ મટાડવામાં મદદ કરે છે. એટલે જ તાવ આવે ત્યારે લીલી ડુંગળીનું સેવન કરવું જોઈએ.
હ્દયને રાખે છે સ્વસ્થ
લીલી ડુંગળી હૃદયને સ્વસ્થ રાખે છે જેથી હદય રોગથી બચવામાં મદદ કરે છે. કારણકે લીલી ડુંગળીમાં ફાયબરનું પ્રમાણ વઘારે હોય છે. જેથી આહારમાં સમાવેશ કરવાથી હદય હેલ્ધી રહે છે અને શરીરમાં રહેલ ખરાબ કોલેસ્ટ્રોલ ને બહાર કરીને કોલેસ્ટ્રોલ લેવલને ઘટાડવામાં મદદ કરે છે.