લીલી ડુંગળીના ભાવ ઘટ્યા – 4 રુપિયે કિલો ડુંગળીનું વેચાણ થતા ખેડૂતો માટે ચિંતાનો વિષય
- છેલ્લા એક અઠવાડીમામં લીલી ડુંગળીના ભાવ 30 હતા
- એક જ અઠવાડીયામાં 5 થી 5 રુપિયે પહોચ્યા ડુંગળીના ભાવ
- ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો
- આટલા ભાવમાં બીયારણની કિમંત પણ નથી મેળવી શકતા ખેડૂતો
અમદાવાદઃ-શિયાળો એટલે સામાન્ય રીતે જોવા જઈએ તોલીલા શાકભાજીની મોસમ , કરહેવાય છે કે શિયાળામાં શાકભાજી ખુબ જ સસ્તું મળતું હોય છે, જેને લઈને ગૃહિણીઓ રાજીરેડ થી જાય છે પરંતુ જો ખેડૂતોએ ઘાર્યા ભાવ કરતા પણ શાકભાજીની કિમંત નીચી જાય તો ખેડૂતોએ રાતા પાણીએ રડવાનો વારો આવે તે વાત ચોક્કસ.
ગુજરાતના કેટલાક જીલ્લાઓમાં ડુંગળીનો પાક મોટા પ્રમાણમાં થાય છે, બનાસકાઠાના વિસ્તારોમાં ચાલુવર્ષ દરમિયાન મોટા પાયે ગુંગળીનું વાવેતર કરવમાં આવ્યું છે, તમામ લોકો શા સેવી રહ્યા હતા કે ગુંગળીના ભાવ આસમાને પહોંચકતા બરાબર નફો થશે પરુંતુ વિતેલા અઠવાડીએ લીલી ડુંગળી જ્યા 30 થી 40 રુપિયે કિલો મળી રહી હતી તે જ હવે મારિકેટમાં 4 થી 5 રુપિયે કિલો વેંચાઈ રહી છે,જેને લઈને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
બનાસકાંઠા જિલ્લાના ખેડુતો ધાન્ય પાકોની સાથે સાથે શિયાળાની ઋતુમાં બટાટા, ડુંગળી, ફલાવર સહિતની શાકભાજીનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં કરતા હોય છે. જેમાં ડીસા આસપાસના ખેડૂતો શિયાળામાં લીલી ડુંગળીના પાકને પ્રાધાન્ય આપે છે
આ વર્ષ દરમિયાન અનેક ખેડુતોએ 30થી 35 રૂપિયાના ભાવનું બિયારણ લાવી ડુંગળીની ખેતી કરી હતી ત્યારે હાલ લીલી ડુંગળીના ભાત ગગડચાની સાથે જ બિયારણના પૈસા પણ ન નીકળી શકે તેવી સ્થિતિ સર્જાઈ રહી છે
જ્યા એક અઠવાડીયા પગહેલાની વાત કરીએ તો પ્રતિ કિલોએ 35 થી 40 રૂપિયાથી વેચાતી લીલી ડુંગળી વહે બજારોમાં 3 થી 4 રૂપિયે કિલો પહોંચી જતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે
લીલી ડુંગળીના ભઆવ ગગડ્યા હોવાનું ખેડૂતો અને વેપારીઓ જણાવી રહ્યા છે. ત્યારે મહત્વનું છે કે અચાનક લીલી ડુંગળીનાં ભાવમાં ઘટાડો આવી જતા ખેડૂતો લાખો રૂપિયાનું નુકશાન ભોગવવા મજબૂર બન્યા છે આ બાબતને લઈને ખંડૂતો સરકાર પાસ વળતરની માંગણીની રજુઆત કરી રહ્યા છે.
સાહિન-