ગ્રીન ટીનો ફેસ પેક શિયાળામાં તમારી ત્વચાને બનાવે છે ચમકદાર અને મુલાયમ
શિયાળો આવતાની સાથે જ સ્કિન રુસ્ક થવાની સમસ્યા થઈ રહી છે,સ્કિન જાણે નીસ્તેજ બને છે આવી સ્થિતિમાં કુદરતી ઇપચાર તમારી ત્વચાને જીવીત બનાવે છે જેમાં આજે વાત કરીશું ગ્રીન ટીની જે ઘણા કુદરતી એન્ટી-ઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે જે તમારા સ્વાસ્થ્ય તેમજ તમારી ત્વચા માટે ઉત્તમ છે. આવી સ્થિતિમાં આજે અમે તમારા માટે ગ્રીન ટી ફેસ પેક બનાવીને લગાવશો તો ત્વચા ખૂબ મુલાયમ બનશે સાથે જ તે ત્વચાને કુદરતી રીતે પોષણ આપે છે. આ સાથે, તે તમારી ત્વચામાં જડતા અને ખીલથી પણ છુટકારો મેળવવામાં ફાયદાકારક છે.
ગ્રીન ટી ફેસપેક બનાવાની રીત
- ગ્રીન ટી એક ચમચી
- ફ્રેશ એલોવેરા જેલ 1 ટીસ્પૂન
- ગ્લિસરીનના બે થી ત્રણ ટીપાં
ગ્રીન ટી ફેસ પેક બનાવવા માટે સૌથી પહેલા ગ્રીન ટી લો.પછી તમે ગ્રીન ટીને મિક્સરમાં નાખીને સારી રીતે પીસી લો.હવે તેને એક બાઉલમાં મૂકો.
પછી તમે તેમાં તાજી એલોવેરા જેલ અને ગ્લિસરીન ઉમેરો.ત્યાર બાદ બીજી બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લો.
તૈયાર છે આ ફેસપેક તમારે તેને લગાવતા પહેલા તમારા ચહેરાને સારી રીતે સાફ કરી લેવો જોઈએ.આ પછી, તમે આ પેકને તમારા આખા ચહેરા પર સારી રીતે લગાવો અને 10 મિનિટ સુકાવો અને સપકાય ગયા બાદ પાણીથી ચહેરો ધોઈ લો અને તેને સાફ કરો.