- લીલી હળદરનો ફેશપેક સ્કિન પર ગ્લો લાવે છે
- સ્કિન પરના કાળા ડાઘાને દૂર કરે છે
શિયાળામાં સ્કિનની કાળજી રાખવી ખૂબ જરુરી છે,ત્વચા રુસ્ક અને બરછડ બની જાય છે ત્યારે સામાન્ય રીતે ચહેરા માટે આપણે સુકી હળદરનો ફેસપેક બનાવતા હોઈએ છીએ જો કે શિયાળામાં લીલી હળદર પુષ્કર પ્રમાણમાં આવે છે અને આ હળદર પણ ચહેરા માટે એટલી જ ગુણકારી હોય છે.ચહેરા પરથી કાળા દાઘ દૂર કરવાથી લઈને સ્કિન પર ગ્લો લાવવાનું કામ કરે છે આ સાથે જ ચહેરા પરનો ડસ્ટ પણ દૂર કરીને સ્કિનને કોમળ બનાવે છે
જાણો આ પેક લગાવવાના ફાયદા
લીલી હળદરનો ફેસ પેક બનાવવા માટે તેને બરાબર છોલીને પાણી વડે ઘોઈ તેની પેસ્ટ બનાવી લેવી, આ પેસ્ટમાં લીબુંનો રસ અને 2 ચમચી બેસન ઉમેરવું.
આ પેક તમે ચહેરા પર લગાવીને 10 મિનિટ બાદ ચહેરો ઘોઈલો જેનાથી ચહેરા પરની કાળાશ દૂર થશે અને ચહેરો ગ્લો કરશે
આ પેસ્ટ તમે હાથ પગની કોણી કે ગૂટી પર લગાવી શકો છો, આ જગ્યાઓની કાળશ દૂર કરવા માટે આ પેસ્ટ કારગાર સાબિત થાય છે.
તમારી કાળી પડી ગેયલી ગરદન પર આ પેક લગાવવાથી ગરદનની કાળાશ પણ દૂર થાય છે.
આ પેસ્ટમાં તમે એલોવેરા જેલ પણ એડ કરીને ચહેરા પર અપ્લાય કરી શકો છો જેનાથી ચહેરાવી રુસ્ક બનેલી ત્વચા કોમળ બને છે.
લીલી હળદરમાં ઘણા ગુણો સમાયેલા હોય છે જેથી તેનો પેક ત્વચાને દરેક રીતે ફાયદો કરે છે
લીલી હળદરની પેસ્ટમાં મધ મિક્સ કરીને લગાવવાથી ચહેરા પર ડસ્ટ સાફ થવાની સાથે સાથે બરછડ સ્કિન લીસી બને છે,તે ડેમેજ સ્કિનને સુધારીને કોમળ ત્વચા આપે છે