અદાણી ફાઉન્ડેશન પશુપાલકોના જીવનમાં હકારાત્મક પરિવર્તન લાવી રહ્યું છે. કામધેનુ પ્રોજેક્ટ થકી સમુદાયોની આવક સાથે જીવનસ્તર સુધરી રહ્યું છે. પશુધનના રસીકરણ, સારવાર, શેડ, યોગ્ય ઘાસચારો અને કૃત્રિમ બીજદાન સહિત તંદુરસ્ત ઉછેરના ઉત્તમ અને પ્રોત્સાહક પરિણામો મળી રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાં દહેજની આસપાસના ગામોમાં પશુધન સંવર્ધન થવાથી પશુપાલકોની આવકમાં વૃદ્ધિ થઈ છે. જેનાથી ખુશખુશાલ પશુપાલકો ફાઉન્ડેશનની કામગીરીની ભરપૂર પ્રસંશા કરી રહ્યા છે.
દહેજ નજીક કડોદરાના નાંધરખામાં રહેતા શાંતાબેન ગોહિલનો મુખ્ય વ્યવસાય પશુપાલન છે. તેમના પરિવારમાં 13 સભ્યો વચ્ચે 15 એકર જમીન આવકનું સાધન છે. તેઓ ભરૂચ ડેરીના નાંધરખા દૂધ સંગ્રહ કેન્દ્રના પ્રમુખ તરીકે જવાબદારી સંભાળે છે. ઘરવપરાશ તેમજ આવકના સ્ત્રોત તરીકે 7 દૂધાળુ પ્રાણીઓનો ઉછેર કરે છે. જો કે આખુંય વર્ષ પાણીની અછતના કારણે તેઓ ખેતી કરી શકતા નથી, પરિણામે પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા મોટો પડકાર હતો. અનેક પ્રયત્નો બાદ પણ પશુઓ દૂધ ઉત્પાદન કરી શકતા ન હતા કારણ કે તેમને જરૂરી પોષક ખોરાક આપી શકાતો ન હતો. તેવામાં અદાણી ફાઉન્ડેશનના કામધેનુ ડેરી ડેવલપમેન્ટ પ્રોજેક્ટે તેમનું જીવનસ્તર બદલી નાંખ્યુ!.
અદાણી ફાઉન્ડેશન તરફથી પશુધન માટે દરરોજ 150 કિલો જેટલો ઘાસચારો આપવામાં આવે છે. પશુધન ઉછેરની પ્રેક્ટિસ તેમજ પશુ જાતિના સુધારણાના ઉદ્દેશથી BAIF અંતર્ગત અદાણી ફાઉન્ડેશન દ્વારા પશુધન વિકાસ કેન્દ્રો (LDCs) ચલાવવામાં આવે છે. જેમાં પશુપાલકોને લીલો ઘાસચારો અને અઝોલા ઉગાડવામાં મદદ કરવામાં આવે છે. એટલું જ નહીં, પશુઓના છાણમાંથી જૈવિક ખાતરનું ઉત્પાદન પણ કરવામાં આવે છે.
કામધેનુ ડેરી ડેવલપમેન્ટ પ્રોજેક્ટના લાભાર્થી શાંતાબેન જણાવે છે કે “ઘાસચારાની ખેતી દ્વારા અમારી આર્થિક સ્થિતીમાં ધરખમ સુધારો થયો છે. અદાણી ફાઉન્ડેશન તરફથી મળતા ઘાસચારાના આહારથી માત્ર બે મહિનામાં જ દૂધ ઉત્પાદનમાં થયેલી 20 % જેટલી વૃદ્ધિથી હું આશ્ચર્યચકિત છું! એટલું જ નહી, પશુઓનાં આરોગ્ય અને તંદુરસ્તીમાં પણ ભારોભાર સુધારો જોવા મળ્યો છે“.
છેલ્લા છ મહિનાથી શાંતાબેનને પશુઓ માટે લીલો ચારો બહારથી ખરીદ્યો નથી. વળી દૂધની ધરખમ આવક જોઈને સહકારી મંડળીના સભ્યો પણ ખેતી અને પશુપાલન માટે કામધેનુ પ્રોજેક્ટનો લાભ લેવા ઉત્સુક બન્યા છે. શાંતાબેન જેવા કેટલાય લાભાર્થીઓના જીવનમાં કામધેનુ પ્રોજેક્ટથી હરિયાળી પથરાઈ છે.
અદાણી ગ્રુપ દ્વારા ચાલી રહેલી ઝુંબેશ #HumKarkeDikhateHain (હમ કરકે દીખાતે હૈ) અંતર્ગત જૂથની સેવાકીય પ્રવૃત્તિઓના પરિણામે આવેલા પરિવર્તનની અનેક સફળ ગાથાઓ છે.