Site icon Revoi.in

પીએમ નરેન્દ્ર મોદી સાથે BAPS સ્વામીનારાયણ સંસ્થાના સંતોની શુભેચ્છા મુલાકાત

Social Share

અમદાવાદ :વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વરિષ્ઠ BAPS સાધુઓ,ઈશ્વરચરણ સ્વામી અને બ્રહ્મવિહારી સ્વામી સાથે મુલાકાત કરી હતી અને કોવિડ-19 અને યુક્રેન કટોકટી દરમિયાન BAPSના રાહત કાર્યની પ્રશંસા કરી હતી.મોદીએ પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજજીની આગામી જન્મશતાબ્દી ઉજવણી અંગે પણ ચર્ચા કરી હતી.

પીએમ મોદીએ ટવિટ કહ્યું કે,”વરિષ્ઠ BAPS સાધુઓ, ઈશ્વરચરણ સ્વામી અને બ્રહ્મવિહારી સ્વામીને મળ્યા.COVID-19 અને યુક્રેન કટોકટી દરમિયાન BAPSના રાહત કાર્યની પ્રશંસા કરી.પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજજીની આગામી જન્મ શતાબ્દી ઉજવણીની ચર્ચા કરી અને સમાજમાં તેમના સમૃદ્ધ યોગદાનને યાદ કર્યું.”

ઉલ્લેખનીય છે કે,કોરોનાની મહામારી દરમિયાન દાતોઓ અથવા સેવાભાવી સંસ્થાઓ દ્વારા દાનની સરવાણી કરવામાં આવી હતી.અને જરૂરિયાત મંદો સુધી તમામ વસ્તુઓ પહોંચાડાય હતી.આ ઉપરાંત સરકાર દ્વારા પણ લોકોને સુવિધા પૂરી પાડવામાં આવી હતી.