- શ્રીનગરમાં ગ્રેનેડ હુમલો
- 9 લોકો થયા ઘાયલ
શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીર પ્રદેશ કે જ્યાં સતત આતંકીઓ પોતાના નાપાક ઈરાદાઓને અંજામ આપવાના સતત પ્રયત્નો કરતા રહે છે જો કે સેના અને પોલીસ તથા સુરક્ષા એજન્સીઓની મદદથી આતંકીઓના નાપાક ઈરાદાઓ પર પાણી ફરી વડે છે, જો કે શ્રીનગરમાં ફરી ગ્રેનેડ વડે હુમલો કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે.
વિતેલા દિવસને રવિવારની સાંજે શ્રીનગરના નિશાત વિસ્તારમાં મુગલ ગાર્ડનની બહાર ગ્રેનેડ વિસ્ફોટ થયો હતો જેમાં નવ લોકો ઘાયલ થયા હોવાના સમાચાર મળ્છેયા . પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે રવિવારે આતંકવાદીઓ દ્વારા હેન્ડ ગ્રેનેડ ફેંકવામાં આવ્યો હતો
પોલીસે માહિતી આપી હતી કે આ હુમલો દાલ તળાવના કિનારે મુગલ ગાર્ડન પાસે થયો હતો. સાત ઘાયલોને SHMS હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને બેને SKIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પોલીસે આ ઘટનામાં સંડોવાયેલા આતંકવાદીઓને પકડવાના સક્રોગતિમાન કર્યા છે. જો કે આજરોજ ફરી પુલવામામાં, બહાદુર સુરક્ષા દળોએ ફરી એકવાર આતંકવાદીઓના મનસૂબા પર પાણી ફેંક્યું. રવિવારે, સુરક્ષા દળોએ જિલ્લામાં વિસ્ફોટક સામગ્રી મોટી માત્રામાં જપ્ત કરી છે જેથી મોટી દૂર્ઘટના ટળી હતી.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ 15 ઓગસ્ટના રોજ બડગામ અને શ્રીનગરમાં પોલીસ કંટ્રોલ રૂમની બહાર ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો હતો. કંટ્રોલ ક્લાસરૂમની બહાર થયેલા હુમલામાં જમ્મુ-કાશ્મીર પોલીસનો એક કોન્સ્ટેબલ ઈજાગ્રસ્ત થયો હતો. તે જ સમયે, આ ઘટનાના થોડા કલાકો પહેલા, આતંકવાદીઓએ બડગામના ગોપાલપોરા ચદૂરા વિસ્તારમાં ગ્રેનેડ ફેંક્યો હતો. જેમાં એક નાગરિક ઇજાગ્રસ્ત થયો હતો.