Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીરમાં સેનાના વાહનમાં આગ લાગવાનું કારણ ગ્રેનેડ વડે હુમલો, 5 જવાન શહીદ

Social Share

શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીર કે જ્યા સતત આતંકીઓ શાંતિ ભંગ કરવાનો પ્રયત્ન કરે છે ત્યારે વિતેલી રાત્રે આતંકવાદીઓ દ્રારા સેનાની ગાડીને ટાર્ગેટ કરીને ગ્રેનેડે હુમલો કરવામાં આવ્યો હતો, આ હુમલાની ઘટનામાં 5 જવાન શહીદ થયા હોવાની માહિતી સામે આવી છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે  જમ્મુ અને કાશ્મીરના પૂંછમાં  જમ્મુ નેશનલ હાઈવે પર ભાટા ધુરિયન વિસ્તારમાં થયો હતો.આતંકવાદી હુમલાની ઘટના બની જેમાં 5 સૈનિકો શહીદ થયા અને અન્ય એક ગંભીર રીતે ઘાયલ થયો જ્યારે સેનાના વાહનમાં આગ લાગી હતી.

આ સમગ્ર ઘટનાને લઈને  એક નિવેદનમાં જણાવ્યું હતું કે પાંચેય જવાન રાષ્ટ્રીય રાઈફલ્સ યુનિટના હતા અને આ વિસ્તારમાં આતંકવાદ વિરોધી કામગીરી માટે તૈનાત  કરાયા હતા. આતંકીઓએ ઓચિંતો હુમલો કરીને આ ઘટનાને અંજામ આપ્યો હતો.

જો કે ઘટના બાદ તરત જ સેનાના અધિકારીઓ અને જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તપાસ બાદ આર્મી ચીફને હુમલાની જાણકારી આપવામાં આવી હતી. સેનાનું કહેવું છે કે આતંકવાદીઓએ ટ્રક પર હેન્ડ ગ્રેનેડ ફેંક્યો હોઈ શકે છે જેના કારણે વાહનમાં આગ લાગી ગઈ હતી. વિસ્તારમાં ડ્રોન સર્વેલન્સ અને સર્ચ ઓપરેશન હાલ શરુ  છે.ઉલ્લેખનીય છે કે ચૂંછનો આ વિસ્તાર સંવેદનશીલ સ્થળોમાં આવે છે.

ઘટનાને લઈને રક્ષામંત્રી એ દુખ વ્યક્ત કર્યું

આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ રક્ષા મંત્રી રાજનાથ સિંહને જાણકારી આપી. સેનાએ જણાવ્યું હતું કે જે વાહનમાં જવાનો મુસાફરી કરી રહ્યા હતા તે વાહન અજાણ્યા આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને ગ્રેનેડના સંભવિત ઉપયોગને કારણે આગ લાગી હતી.સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે તેઓ જમ્મુ અને કાશ્મીરના પુંછ જિલ્લામાં થયેલી દુર્ઘટનાથી દુખી છે. જ્યાં ટ્રકમાં આગ લાગવાથી ભારતીય સેનાએ પોતાના બહાદુર જવાનો ગુમાવ્યા છે. આ દુખદ ઘડીમાં મારા વિચારો શહીદ જવાનોના પરિવારો સાથે છે.