આસામના તિનસુકિયામાં આર્મી કેમ્પની બહાર ગ્રેનેડ વડે હુમલાની ઘટના , પોલીસ તપાસ શરૂ
તિનસુકિયા – આસામના તિનસુકિયા જિલ્લામાં આર્મી કેમ્પના ગેટની બહાર ગ્રેનેડ હુમલાની ઘટના બની હતી આસામ પોલીસે આર્મી કેમ્પની બહાર ગ્રેનેડ બ્લાસ્ટ, પોલીસ મામલાની તપાસ કરી રહી છે.આસામ પોલીસે આ ઘટના અંગે માહિતી આપી હતી.
આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી, એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું અહી બુધવારે સાંજે દિરાકમાં સૈન્ય કેમ્પના ગેટની સામે વિસ્ફોટ થયો હતો. કેસની તપાસ ચાલી રહી છે.
અધિકારીએ ઘટના મામલે કહ્યું કે , મોટરસાઇકલ પર સવાર બે વ્યક્તિઓએ કેમ્પની અંદર ગ્રેનેડ ફેંકવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે બહાર પડ્યો અને વિસ્ફોટ થયો. “અમે મામલાની તપાસ કરી રહ્યા છીએ અને ગુનેગારોને પકડવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે,
આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે. દરેક ખૂણે-ખૂણે સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. આવતા-જતા તમામ વાહનોની તપાસ કર્યા બાદ જ તેને જવા દેવામાં આવી રહી છે. આ હુમલામાં સંડોવાયેલા લોકોને શોધવા માટે વિવિધ સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી કોઈ વ્યક્તિ કે સંસ્થાએ આ હુમલાની જવાબદારી લીધી નથી અને ન તો આ સમાચારની સત્તાવાર પુષ્ટિ થઈ છે
વધુ માં તેમણે જાણકારી આપી હતી કે “ઑક્ટોબર 1 થી, આર્મ્ડ ફોર્સિસ (સ્પેશિયલ પાવર્સ) એક્ટ, 1958 (AFSPA) આસામના ચાર જિલ્લાઓ – ડિબ્રુગઢ, તિનસુકિયા, શિવસાગર અને ચરાઈદેવમાં લાગુ કરવામાં આવ્યો હતો.