Site icon Revoi.in

કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓમાં ગુજરાતને કરાતો ઘોર અન્યાયઃ કોંગ્રેસનો આક્ષેપ

Social Share

અમદાવાદઃ   ગુજરાતને 10થી વધુ જુદી જુદી યોજનાઓમાં કેન્દ્રની ભાજપા સરકાર દ્વારા એક પણ રૂપિયો આપવામાં આવ્યો નથી ત્યારે ડબલ એન્જીનના ગાણા ગાતી ભાજપા સરકાર દ્વારા ગુજરાતને કરવામાં આવતા હળહળતાં અન્યાય અંગે ભાજપાનો જવાબ માંગતા ગુજરાત કોંગ્રેસના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, કેન્દ્રના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા કેન્દ્રની યોજના અને કેન્દ્ર અનુમોદિત યોજનાઓમાં ગુજરાતને થપ્પડ આપવામાં આવી છે. અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ અને ઓબીસી સમાજના લોકોનાં સામાજિક, આર્થિક અને શૈક્ષણિક ઉત્થાન માટેની યોજનાઓમાં કેન્દ્ર સરકાર દ્વારા પુરતું બજેટ ફાળવવામાં આવતું નથી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કેન્દ્રની ભાજપ સરકાર  દ્વારા અનુસુચિત જાતિનાં વિદ્યાર્થીઓના મેરિટમાં સુધારો થાય તે યોજના, ક્રેડિટ ગેરંટી યોજના, પ્રધાનમંત્રી દક્ષતા અને કૌશલ્યતા સંપન્ન હિતગ્રહી યોજના, સ્કીમ ફોર પ્રિવેન્શન ઓફ આલ્કોલીસમ એન્ડ ડ્રગ્સ અબ્યુસ, રીસર્ચ સ્ટડી એન્ડ પબ્લિકેશન, ઇનટ્રીગ્રેટેડ પ્રોગામ ફોર સીનીયર સિટીજન, નેશનલ સર્વે ઓન ડ્રગ્સ અબ્યુસ, ઇન્ટ્રીગ્રેટેડ પ્રોગામ ફોર રીહાબીલીટેશન ઓફ બેગર (ભિખારીનાં પુનઃવસનની યોજના), રાષ્ટ્રીય વયોશ્રી યોજના, વિશ્વાસ યોજના સહિત જુદી જુદી યોજનાઓ જે અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ અને બક્ષીપંચ સમાજના લોકોનાં સામાજિક, આર્થિક અને શૈક્ષણિક ઉત્થાન માટે જરૂરી છે. તેમ છતાં ગુજરાતને યોજનાઓમાં એક પણ રૂપિયો ન આપીને કેન્દ્રની ભાજપા સરકાર દ્વારા ગુજરાતને હળહળતો અન્યાય કરવામાં આવ્યો છે.

 

તેમણે ઉમેર્યું હતું કે, વિચારતી વિમુક્ત જાતીનાં આર્થિક કલ્યાણ માટેની  SEED યોજના અંતર્ગત વર્ષ 2021-22માં 40 કરોડ ફાળવવામાં આવ્યા જેમાંની 1 ટકાથી પણ ઓછી રકમ વાપરવામાં આવી હતી. વર્ષ 2022-23માં  28 કરોડ ફળવવામાં આવ્યા જેમાંથી પણ માત્ર 2.3 કરોડ વાપરવામાં આવ્યા. કહેવાતી ડબલ એન્જીન સરકારની અણઘડ નીતિઓને કારણે લાભાર્થીઓને મળવા પાત્ર લાભથી વંચિત રહી ગયા. વર્ષ 2020-21માં અનુસુચિત જાતિ અને ઓબીસી સમાજના વિધાર્થીઓ માટે કોચિંગ માટેના 40 ટકાથી પણ ઓછો એટલે કે 30 કરોડ રૂપિયાના બજેટમાંથી માત્ર 11 કરોડ જેટલો ખર્ચ કરવા આવ્યો. ભિક્ષુક (ભીખ માંગીને જીવ નિર્વાહ કરનાર)ના પુનઃ વર્સન માટેના વર્ષ 2021-22માં 10 કરોડ અને વર્ષ 2022-23 માં 15 કરોડ ફાળવવામાં આવ્યા જેમાંથી પણ એક ટકાથી ઓછો ખર્ચ કરવામાં આવ્યો. આજ દર્શાવે છે કે ભાજપ સરકારની માનસિકતા ગરીબ-શ્રમિક-વંચિતો વિરોધી છે. માનીતા ઉદ્યોગપતિઓ માટે લાલ જાજમ પાથરીને કરોડો રૂપિયાની લોન આપતી ભાજપ સરકાર ગરીબો-વંચિતો માટે ફાળવેલા નાણાં પણ વાપરતી નથી.