ગ્રીષ્મા હત્યા કેસઃ પોલીસે આરોપીને સાથે રાખી સમગ્ર ઘટનાનું રિકન્ટ્રક્શન કર્યું
- યુવતીની સરાજેહાર છરાના ઘા મારી હત્યા કરાઈ હતી
- આરોપી યુવતીને ઘણા સમયથી પરેશાન કરતો હતો
- સમગ્ર કેસની તપાસ માટે સિટની કરાઈ રચના
સુરત સહિત સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચાવતા ગ્રીષ્મા હત્યા કેસમાં તપાસનીશ એજન્સીએ આરોપી ફેનિલને સાથે રાખીને સમગ્ર ઘટનાનું ઘટનાનું રીકન્ટ્ર્કશન કરવામાં આવ્યું હતું. એકતરફી પ્રેમમાં પાગલ ફેનિલે તાજેતરમાં જ સરાજાહેર ગ્રીષ્માની હત્યા કર્યાં બાદ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના પાસોદરામાં તાજેતરમાં જ ગ્રીષ્મા વેકરિયા નામની યુવતીનું એક તરફી પ્રેમમાં પાગલ ફેનિલ ગોયાણી નામના આરોપીએ ઘાતકી હત્યા કરી હતી. ગ્રીષ્માને બચાવવા વચ્ચે પડેલા ભાઈ અને મોટા બાપુજી ઉપર પણ ફેનિલે હુમલો કર્યો હતો. ફેનિલે સરાજાહેર ગ્રીષ્માની છરાના ઘા મારીને હત્યા કરી હતી. આ ઘટનાના સમગ્ર સુરતમાં ઘેરાપ્રત્યાઘાત પડ્યાં હતા. તેમજ આરોપીને ફાંસીની સજા આપવાની માંગણી ઉઠી છે. બીજી તરફ સરકાર દ્વારા સમગ્ર કેસની તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે. પોલીસે સમગ્ર કેસમાં આરોપીની ધરપકડ કરીને કોર્ટમાં 3 દિવસના રિમાન્ડ મેળવ્યાં હતા. દરમિયાન આજે તપાસનીશ એજન્સીએ આરોપીને સાથે રાખીને સમગ્ર ઘટનાનું રીકન્ટ્ર્કશન કર્યું હતું. આરોપીને કાપોદ્રા વિસ્તારમાં આવેલા મિત્રના કાફે લઈ જવામાં આવ્યો હતો. ત્યાર બાદ આરોપીએ અમરોલી વિસ્તારમાં જ્યાં ચપ્પુ લીધું હતું ત્યાં લઈ જવામાં આવ્યો હતો. આ ઉપરાંત અમરોલી વિસ્તારમાં જ્યાં યુવતીને કોલેજ બહાર મુલાકાત કરી હેરાન કરી હતી ત્યાં લઈ જવાયો. હતો. જ્યાંથી ઘટના સ્થળે લઈ જવામાં આવ્યો હતો.