ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન 24.87 લાખ ટન થવાનો અંદાજ, દેવભૂમિ દ્વારકા જિલ્લો પ્રથમ રહેશે
રાજકોટઃ ગુજરાતમાં આ વર્ષે સારા વરસાદ અને સિચાઈની કોઈ અગવડ ન પડતા મગફળીનું બમ્પર ઉત્પાદન થવાની શક્યતા છે. જો કે ઝાલાવડ પંથક સહિત કેટલાક વિસ્તારોમાં મગફળીના પાકમાં સુકારા નામના રોગચાળાને કારણે ઉત્પાદનમાં થોડી અસર પણ થઈ છે. આમ છતાં ગુજરાતમાં 24.87 લાખ ટન મગફળીનો પાક થવાની ધારણા છે. આ વખતે ઉત્તર ગુજરાતના અરવલ્લી અને સાબરકાંઠામાં પણ મગફળીનું રેકર્ડબ્રેડ ઉત્પાદન થયુ છે. અને રાજ્યના માર્કેયાર્ડ્સમાં મગફળીની આવક શરૂ થઈ ગઈ છે. સારા ભાવ મળવાને લીધે ખેડુતોને પણ રાહત છે.
ગુજરાતમાં ખરીફ પાકની સીઝનમાં મગફળીનું સારૂએવું વાવેતર થયુ હતુ. અને મગફળીનો પાક તૈયાર થઈને ખળામાં આવવા લાગતા મગફળીના પાકના અંદાજો આવવાપણ મંડાઈ રહ્યા છે. ગુજરાત રાજય ખાદ્યતેલ અને તેલીબીયા એસોસીએશન દ્વારા દ્વારા ગુજરાતમાં મગફળીના પાકનો અંદાજ 24.87 લાખ ટનનો મુકવામાં આવ્યો છે. જેમાં રાજકોટ, દ્વારકા, અને જુનાગઢ જિલ્લો મોખરે રહેવાની ધારણા છે. રાજકોટ સહિત સોરઠ પંથકમાં તો મગફળીનું સૌથી વધુ વાવેતર થતું હોય છે. પરંતુ આ વખતે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ મગફળીનું સારૂ વાવેતર થયુ હતું અને સાનુકૂળ હવામાન અને સારા વરસાદને કારણે આ વખતે દેવભૂમિ દ્વારકા જિલ્લો મગફળીના ઉત્પાદનમાં મોખરે રહે તેવી શક્યતા છે.
રાજ્યના ખાદ્યતેલ અને તેલીબીયા એસોસીએશન દ્વારા વિવિધ સેન્ટરમાં ખાદ્યતેલ-તેલીબીયા સાથે સંકળાયેલા અગ્રણીઓ પાસેથી સર્વે લઈને અંદાજ મુકવામાં આવ્યો હતો. એસોસિએશનના મતે રાજયમાં સૌથી વધુ મગફળી, ઉત્પાદન દેવભૂમિ દ્વારકામાં 3.54 લાખ ટન થવાનો અંદાજ છે. જયારે જુનાગઢમાં 3.44 લાખ ટન, રાજકોટમાં 3.39 લાખ ટનનો અંદાજ મુકયો છે. બનાસકાંઠામાં 2.08 લાખ ટન અને બનાસકાંઠાનો પાક 79 હજાર ટનનો મૂકયો છે. કુલ મગફળીનો પાક 24.87 છે. જેમાં અમરેલીયામાં 2.26 ટન, બોટાદ 0.09 ટન, ભાવનગરમાં 1.36 ટન, જામનગરમાં 2.32 ટન, ગીર-સોમનાથ 1.33 ટન, પોરબંદરમાં 1.11 ટન, મોરબી 0.68 ટન, સુરેન્દ્રનગરમાં 0.27 ટન, કચ્છમાં 1.15, અરવલ્લીમાં 0.59 ટન, સાબરકાંઠા 0.79 ટન, મહેસાણા 0.21 ટન, ગાંધીનગર 0.12 ટન. ખેડામાં 0.06 ટન નોંધાયું છે.