- રાજુલાના લોકો સતર્ક રહેજો
- સિંહનું આખું ટોળું રસ્તા પર જોવા મળ્યું
- વાહનચાલકો અચંબામાં પડી ગયા
- સમગ્ર ઘટના સીસીટીવીમાં થઈ કેદ
રાજકોટ: સિંહને લઈને અવારનવાર સમાચારો સામે આવતા રહે છે, ક્યારેક સિંહની પજવણી થયાના તો ક્યારેક સિંહે દેખા દીધાના કિસ્સા અવારનવાર લોકોની સામે આવતા રહે છે. પરંતુ આ વખતે એક સાથે 17 સિંહોએ દેખા દીધાના સમાચાર સામે આવ્યા છે.
રાજુલાથી ખાંભા સ્ટેટ હાઇવે પર મોડીરાત્રીના એકી સાથે એક નહિ બે-ચાર નહીં દસ-બાર નહીં પરંતુ 17 સિંહોનું ગ્રુપ રસ્તો પસાર કરતું હોવાની ઘટના વાહનચાલકોએ નિહાળતા આશ્ચર્યચકિત થઈ ગયા હતા. સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌથી વધુ સિંહોનો વસવાટ ખાંભા તુલસીશ્યામ રેંજમાં છે. પરંતુ હવે સૌથી મોટું ગ્રુપ ખાંભા વિસ્તારમાં હોવાનું સામે આવ્યું છે.
ડેડાણ નજીક રાણીકપુરા ગામે ખાંભાના લોકો રાજુલા તરફથી ખાંભા આવી રહ્યા હતા.ત્યારે અચાનક ખેતરમાંથી રસ્તા તરફ અને રસ્તો ઓળંગતા વાહનો થંભી ગયા હતા. આપણે આજ સુધી સાંભળ્યું જ છે કે સિંહના ટોળા ના હોય, પરંતુ એકીસાથે 17 સિંહો દેખા દેતા વાહન ચાલક પણ અચંબામાં પડી ગયા હતા. અને લોકોએ 17 સિંહોના ગ્રુપે રસ્તો ઓળંગતી ઘટનાને કેમેરામાં કેદ કરી હતી.