Site icon Revoi.in

દેશમાં કોરોનાને લઈને વધતો ડર – સાપ્તાહિક કેસોમાં નોંધાયો 11 ટકાનો વધારો

Social Share

દિલ્હીઃ- દેશભરમાં ફરી એક વખતો લોકોને કોરોનાનો ડર સતાવી રહ્યો છે.ચીનમાં વધતા જઈ રહેલા કોરોનાના કેસોએ ફરી એકવાર વિશ્વને ચિંતામાં ધકેલી દીઘું છે આવી સ્થિતિમાં જો ભારતની વાત કરવામાં આવે તો ભારતની સરકારે અત્યારથી જ કોરોનાને લઈને તૈયારીઓ શરુ કરી દીધી છે જેથી પહેલેથી પરિસ્થિતિ પર નિયંત્રણ લાવી શકાય જે ભાગ રુપે આદે કેટલાક રાજ્યોની હોસ્પિટલમાં મોકડ્રિલ પણ રાખવામાં આવ્યું છે, એરપોર્ટ પર કોરોનાનું પરિક્ષણ કરવામાં આવ્યું છે તો કર્ણટાક રાજ્યમાં માસ્ક ફરજિયાત કરાયું છે.

તો બીજી તરફ મહારાષ્ટ્ર, રાજસ્થાન, પંજાબ, દિલ્હી અને હિમાચલ પ્રદેશ તેમજ તેલંગાણા અને પશ્ચિમ બંગાળમાં સંક્રમણમાં થોડો વધારો જોવા મળ્યો છે. હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ વધારો નવા વેરિઅન્ટના વધતા વ્યાપનો પ્રારંભિક સંકેત છે કે ચીનના ડરને ધ્યાનમાં રાખીને વધુ પરીક્ષણને કારણે થયો છે.આ અઠવાડિયે, 16 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સાપ્તાહિક કેસોમાં વધારો નોંધાયો છે.

આ સાથે જ  વિદેશથી આવતા મુસાફરોની ઝડપી કોરોના તપાસ તમામ રાજ્યોના એરપોર્ટ પર સતત કરવામાં આવી રહી છે. ફરી એકવાર, બે મહિના પછી, સાપ્તાહિક કોવિડ કેસોમાં થોડો વધારો થયો છે.જો કે, વૈશ્વિક સ્તરે કોવિડ કેસોમાં તાજેતરના ઉછાળા વચ્ચે ભારતની સંખ્યા મોટાભાગે સ્થિર રહી છે

વિતેલા દિવસને  રવિવારે પૂરા થયેલા સપ્તાહમાં દેશમાં કેસોમાં થોડો વધારો થયો છે. કેસ વધવાનું કારણ દેશમાં ટેસ્ટિંગમાં વધારો પણ કહી શકાય છે. ગયા અઠવાડિયે 1, હજાર 103 કેસ મુજબ, આ અઠવાડિયે 1 હજાર 219 કેસ નોંધાયા હતા, એટલે કે 11 ટકાનો વધારો થયો છે.નવ રાજ્યોમાં કેસ ગયા અઠવાડિયે સમાન સ્તરે રહ્યા હતા, જ્યારે 11 અન્ય રાજ્યોમાં આ અઠવાડિયે ઓછા કેસ નોંધાયા છે.