દિલ્હીઃ વિશ્વની મહાસત્તા ગણાતા દેશ અમેરિકામાં ગનકલ્ચરનું પ્રમાણ વઘતુ જઈ રહ્યું છે દિવસેને દિવસે અહીં ગોળીબાર કરવાની ઘટનાો સામે આવી રહી છે ત્યારે હવે અહીંના લેવિસ્ટન શહેરમાં ગોળીબારની મોટી ઘટના સામે આવી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે અમેરિકાના રાજ્યના લેવિસ્ટન શહેરમાં વિતેલી બુધવારે મોડી રાત્રે થયેલા સામૂહિક ગોળીબારની ઘટનામાં 22 લોકોના મોત થયા છે અને 50થી વધુ લોકો ઘાયલ થયા છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઘટના બાદ શંકાસ્પદ હુમલાખોર ભાગવામાં સફળ રહ્યો છે, જેની પોલીસ દ્રારા સતત શોધચાલુ છે. સુરક્ષા અધિકારીઓએ ફેસબુક પર રાઇફલ સાથે શંકાસ્પદ હુમલાખોરના બે ફોટા શેર કર્યા અને શંકાસ્પદને ઓળખવામાં લોકોની મદદ માંગી.લેવિસ્ટનમાં મેડિકલ સેન્ટરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ગોળીબારની ઘટનામાં “સામૂહિક જાનહાનિ” થઈ હતી, જેમની સારવાર કરવામાં આવી રહી હતી. ઘાયલોને લઈ જવા માટે વિસ્તારની હોસ્પિટલો સાથે સંકલન કરવામાં આવી રહ્યું છે.
એન્ડ્રોસ્કોગિન કાઉન્ટી શેરિફ ઓફિસ દ્વારા શેર કરાયેલા બે ફોટામાં, શંકાસ્પદ રાઇફલ સાથે ગોળીબારની સ્થિતિમાં જોવા મળતો હતો. કાઉન્ટી શેરિફ શંકાસ્પદને ઓળખવામાં સ્થાનિકોની મદદ માંગી રહ્યો છે.
મેઈન સ્ટેટ પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સક્રિય શૂટર વિશે ચેતવણી આપી હતી. તેમણે કહ્યું, ‘અમે લોકોને તેમના સ્થાન પર જ રહેવા કહ્યું છે. કાયદા અમલીકરણ વિવિધ વિસ્તારોમાં તપાસ કરી રહી છે. આ સાથે જ રાષ્ટ્રપતિ જો બાઈડેનને આ ઘટના અંગે જાણ કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે આ પ્રથમ વખત નથી કે આવો સામુહિક ગોળીબાર થયો હોય આ પહેલા પણ અનેક આવી ઘટવના પ્રકાશમાં આવી ચૂકી છે.