Site icon Revoi.in

અમેરિકામાં વધતુ ગનકલ્ચર , એક પ્રાઈવેટ સ્કુલમાં ફાયરિંગની ઘટના, 6 લોકોનામોત, હુમલાખોર પણ ઠાર મરાયો

Social Share

દિલ્હીઃ- દેશની મહાસત્તા ગણાતા અમેરિકામાં દિવસેને દિવસે જાણે ગન કલ્ચર વધી રહ્યું છે અહી આડેધડ ફાયરિંગ કરવાની ઘટનાઓ વધતી જોવા મળે છે આજ શ્રેણીમાં ફરી એક વખત અહી યુ યુએસ શહેર નૈશવિલની એક ખાનગી ક્રિશ્ચિયન સ્કૂલમાં સોમવારે ગોળીબારની ઘટના બની છે.

પ્સરાપ્વાત વિગત પ્રેરમાણે   ગોળીબારમાં 3 વિદ્યાર્થીઓ સહિત 6 લોકોના મોત થયા છે.જેમા હુમલાખોર પણ મોતને ભેટ્યો છે ામ કુલ 7 લોકોના મોતનો એહેવાલ છે.મીડિયા રિપોર્ટ પ્રમાણે , હુમલાખોર એક મહિલા હતી જેને પોલીસે ઘટનાસ્થળે જ મારી નાખી હતી. હુમલા ખોરને પોલીસની ગોળી વાગવાથી મોત નિપજ્યું છે આ સહીત અન્ય 5 લોકોના મોત થયા છે.

આ ઘટના કોન્વેન્ટ સ્કૂલમાં બની હતી. ઘટના બાદ વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે હુમલાખોર એક યુવતી હતી. શંકાસ્પદ વ્યક્તિ બાજુના દરવાજાના પ્રવેશદ્વાર દ્વારા બિલ્ડિંગમાં પ્રવેશી હતી પોલીસે તેને બીજા માળે ઘેરી લીધી અને જવાબી કાર્યવાહીમાં તે પણ મોતને ઘાટ ઉતરી હતી.

આ ઘટનાને મામલે તે જ સમયે, યુએસ પ્રમુખ જો બાઈડેને ફરી એકવાર શાળામાં ગોળીબારની ઘટના પર ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે અમેરિકામાં બંદૂકની હિંસા રાષ્ટ્રની આત્માને ઠેસ પહોંચાડી રહી છે.

મળતી માહિતી મુજબ, હુમલાખોરે સોમવારે ટેનેસીના નેશવિલેની એક સ્કૂલમાં ગોળીબાર કર્યો હતો. પોલીસ ઘટના સ્થળે પહોંચે તે પહેલા જ ઘણા લોકો ગોળીઓની ઝપેટમાં આવી ગયા હતા. ઘણા લોકો માર્યા ગયા અથવા ઘાયલ થયા હોવાની આશંકા છે.