Site icon Revoi.in

વિશ્વભરનો ભારતીય રૂપિયા પર વધતો વિશ્વાસ, હવે મલેશિયા પણ વેપારમાં સ્વીકારશે રુપિયા

Social Share

દિલ્હીઃ ભારત દરેક ક્ષએત્રમાં વિશ્વની સાથે ડગ માંડીને ચાલતો દેશ છે, અનેક ક્ષેત્રમાં હવે ભાગ ઘણા દેશઓથી આગ વધ્યો છે , વિદેશ સાથેના સંબંધો પીએમ મોદીની અધ્યક્ષતામાં ખૂબ જ સારા જોવા મળે છએ જેની અસર દેશ-વિદેશના વેપાર સંબંદો પર સારી પડી રહી છે અને વિશ્વભરના વધુને વધુ દેશઓની ભારતના રુપિયા પરની વિશ્વસનિયતા વધતી જઈ રહી છે.

ત્યારે હવે આજરોજ શનિવારે વિદેશમંત્રાલયે માહિતી આપી હતી કે  ભારત અને મલેશિયા હવે અન્ય કરન્સી ઉપરાંત વેપાર સેટલ કરવા માટે ભારતીય રૂપિયાનો ઉપયોગ કરી શકે છે, વિતેલા વર્ષ દરમિયાનના જૂલાઈ મહિનામાં  ભારતીય ચલણમાં આંતરરાષ્ટ્રીય વેપારની પતાવટને મંજૂરી આપવાના રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના નિર્ણયને પગલે આ પગલું લેવામાં આવ્યું છે.

આ નિર્ણય બાગ હવે “ભારત અને મલેશિયા વચ્ચેનો વેપાર  અન્ય કરન્સીમાં પતાવટની વર્તમાન પદ્ધતિઓ ઉપરાંત ભારતીય રૂપિયામાં પણ કરી શકાશે. આ પહેલા 30થી વધુ દેશો આ પગલે ચાલી ચૂક્યા છએ ત્યારે હવે તેમાં મલેશિયાનો પણ સમાવેશ થવા જઈ રહ્યો છે.

વેપારના સંદર્ભમાં પણ બંને દેશો વચ્ચે ઘણા સારા સંબંધો રહ્યા છે. ભારતના વિદેશ મંત્રાલયે ભારત અને મલેશિયા વચ્ચેના વેપારને લઈને એક મહત્વપૂર્ણ માહિતી આપી છે. ઉલ્લેખનીય છે કે હમણા  સુધીમાં 35 દેશોએ ભારત સાથે રૂપિયામાં કારોબાર કરવામાં રસ દાખવ્યો છે

 રશિયાઉપરાંત ભારતના પડોશી દેશો મ્યાનમાર, બાંગ્લાદેશ અને નેપાળ પણ આમાં સામેલ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ડૉલરની વધુ માંગ છે. અત્યાર સુધી ભારત દરેક વસ્તુની ચૂકવણી ડોલરમાં થતી આવી  છે. આ માટે ભારત દ્વારા દર વર્ષે અબજો ડોલરનો ખર્ચ કરવામાં આવે છે. જો ભારત પણ રૂપિયા દ્વારા આયાત કરવામાં આવતી વસ્તુઓ માટે ચૂકવણી કરે તો ડોલર પરની નિર્ભરતા હવે ઘટી શકે છે.