1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સૌરાષ્ટ્રમાં GSTએ 8 બોગસ પેઢીઓ શોધી કાઢીને કરોડોના બિલ કૌભાંડનો પડદાફાશ કર્યો
સૌરાષ્ટ્રમાં  GSTએ 8 બોગસ પેઢીઓ શોધી કાઢીને કરોડોના બિલ કૌભાંડનો પડદાફાશ કર્યો

સૌરાષ્ટ્રમાં GSTએ 8 બોગસ પેઢીઓ શોધી કાઢીને કરોડોના બિલ કૌભાંડનો પડદાફાશ કર્યો

0
Social Share

રાજકોટઃસૌરાષ્ટ્રમાં  સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા બોગસ બીલીંગને ડામવા તાજેતરમાં જામનગર સહિત સૌરાષ્ટ્રભરમાં 35 પેઢીમાં સ્પોટ ચેકીંગ કરાયું હતું. જેમાં જામનગરની એક સહિત સૌરાષ્ટ્રની 8 પેઢી બોગસ પેઢીએ રૂ.102.34 કરોડના બીલ ઇસ્યુ કરી રૂ.5.12 કરોડની ખોટી વેરાશાખ મેળવી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. સ્ટેટ જીએસટીએ કડક પગલાં ભરીને કસુરવારો સામે કેસ દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા બોગસ બીલીંગ અટકાવવા આર્થિક ગુનાઓ આચરતા ગુનેગારોને શોધી કરચોરી ડામવા સ્પોટ ચેકીંગની નવી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત સ્ટેટ જીએસટી વિભાગના અધિકારીઓની ટીમે તાજેતરમાં જુનાગઢ, પોરબંદર, વેરાવળ, જામનગર અને જામખંભાળિયામાં કુલ 35 વેપારીઓને ત્યાં સ્પોટ ચેકીંગ કરાયું હતું. ચેકીંગમાં જામનગર અને જુનાગઢમાંથી કુલ 8 બોગસ પેઢી મળી આવતા જીએસટી વિભાગના અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતાં. આ પેઢીએ રૂ.102.34 કરોડના બીલ ઇસ્યુ કરી રૂ.5.12 કરોડની ખોટી ઇનપુટ ટેકસ ક્રેડીટ મેળવી હોવાનો તપાસમાં ઘટસ્ફોટ થયો હતો.આથી આ તમામ વેપારીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તદઉપરાંત આ પેઢીઓ સાથે ધંધાકીય વ્યવહારો કરનારા અન્ય વેપારીઓ ઉપર રાજય વેરા ખાતા દ્વારા કાર્યવાહી કરી હજુ પણ મોટી સંખ્યામાં વેપારીઓને સ્પોટ ચેકીંગની કાર્યવાહીમાં આવરી લેવામાં આવશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગુજરાત સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા જુનાગઢ, પોરબંદર, વેરાવળ, જામનગર અને જામખંભાળિયામાં કરેલા સ્પોટ ચેકીંગમાં શંકાસ્પદ ત્રણ પેઢીએ રૂ.2.65 કરોડની ખોટી ઇનપુટ ટેકસ ક્રેડીટ લીધી હોવાનું ખૂલતા વસૂલાતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ બોગસ પેઢીની મદદથી છેતરપીંડી આચરી ખોટી વેરાશાખ મેળવનાર પાસેથી વેરાન વસૂલાત અને આ પ્રકારની પેઢી ઉભી કરતા શખસો સામે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code