- જીએસટી કલેક્શન રેકોર્ડ સ્તરે નોંધાયું
- માર્ચ મહિનામાં જીએસટી કલેક્શન 1 લાખ કરોડને પાર
દિલ્હી – કોરોના મહામારીના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન લાદવામાં આવ્યું હતું, ત્યારે દેશની અર્થવ્યવસ્થા નબળી પડતી જોવા મળી હતી જો કે ઘીરે ઘીરે કોરોનાની સામ્નય સ્થિતિ થતા હવે અર્થવ્યવસ્થા પાટા પર આવી ચૂકી છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કલેક્શનની વસુલી સતત છઠ્ઠા મહિનામાં 1 લાખ કરોડને વટાવી ચૂકી છે.
નાણાં મંત્રાલયે ગુરુવારે કહ્યું કે, માર્ચમાં જીએસટી કલેક્શન 1 લાખ 23 હજાર 902 કરોડ રૂપિયા હતું.દેશમાં જીએસટી લાગુ થયા પછી આ આંકડો સૌથી વધુ છે. આ મહામારી પછી સતત ચોથી વખત 1.1 લાખ કરોડ રૂપિયાથી વધુની આવક થઈ છે, જે અર્થવ્યવસ્થામાં સુધારાની નિશાની દર્શાવી છે.
મંત્રાલયે આપેલી માહિતી પ્રમાણે માર્ચ 2021માં 1.23 લાખ કરોડ રુપિયાના સેન્ટ્રલ જીએસટીા સંગ્રહમાં કેન્દ્રીય જીએસટીનો ભાગ 22,973 કરોડ રહ્યો હતો, અને રાજ્ય જીએસટી નો હીસ્સો રૂ .29,329 કરોડ એકીકૃત જીએસટી સંગ્રહમાં રૂ. 62,842 કરોડ રહ્યો હતો. તે સાથે જ ઉપકરનો હીસ્સો .8,757 કરોડ હતો. તેમાંથી 935 કરોડ રૂપિયા માલની આયાત પરના ટેક્સમાંથી એકત્ર કરવામાં આવ્યા છે. વિતેલી મહિનામાં, જીએસટી કલેક્શન ફેબ્રુઆરીમાં 1,13,143 કરોડ રૂપિયા રહ્યું હતું.
સાહિન-