Site icon Revoi.in

સોલાર પેનલ અને ઈન્વર્ટર પર જીએસટી 12 ટકા કરાતા હવે ગ્રાહકોને રૂફટોપ કરવું મોંઘુ પડશે

Social Share

સુરતઃ દેશમાં કોલસા અને નેચરલ ગૅસના ભાવ વધતા હવે વીજળીના બાવ પણ વધારવાની ફરજ પડશે. બીજીબાજુ લોકોમાં પોતાના ઘર પર સોલાર પેનલ ફિટ કરાવવાની જાગૃતી આવી રહી હતી. અને સોલાર પેનલોનું વેચાણ પણ વધી રહ્યું હતું. ત્યાંજ સરકારે જીએસટી પાંટ ટકાથી વધારીને 12 ટકા કરાતા સોલાર પેનલ ગ્રાહકોને હવે મોંઘી પડશે સાથે જ સોલાર પેનલનો ઉદ્યોગ પણ ઠપ થઈ જવાની દહેશત છે.

સાઉથ ગુજરાત સોલર એસોશિયેશને રાજ્ય અને કેન્દ્ર સરકાર સામે ગંભીર ફરિયાદ કરી હતી કે પહેલાથી નુકશાનીમાં ચાલી રહેલા સોલર રૂફ રોપ ઇન્સ્ટોલ કરવાના ધંધામાં સરકારે સોલર પેનલ અને ઇન્વર્ટર પર 5 ટકાનો જીએસટીનો રેટ વધારીને 12 ટકા કરી દેતા આ ઉધોગ હવે બંધ કરવાની નોબત આવશે.જો સરકાર તાકીદના ધોરણે કોઈ નિવેડો નહિ લાવે તો સુરત શહેરમાં સોલાર પેનલ ફિટિંગ કરતા ઉદ્યોગકારો ને એક પછી એક ધંધો બંધ કરવાની ફરજ પડશે. વૈશ્વિક બજારમાં થયેલા વધારાના લીધે સોલાર પેનલ, ઇન્વર્ટર, સ્ટીલ અને પાવર કેબલ્સનાં ભાવમાં જંગી વધારો થયો છે તે જાણતા હોવા છતાં સરકારે જુના ટેન્ડરના રેટ ઉપર 150 મેગાવોટ કોટા વધારીને હાલનું ટેન્ડર ચાલુ રાખીને અન્યાય કર્યો છે.

સૂર્ય ઉર્જાના પ્રચાર પ્રસાર માટે સરકાર એક તરફ મોટા પાયે જાહેરાતો કરે છે અને બીજી તરફ આ જ સોલાર પેનલ ઇન્સ્ટોલેશનમાં જરૂરી પેનલ અને ઇન્વર્ટરના જીએસટીમાં સરકારે પાંચ ટકાની જગ્યાએ 12 ટકાનો સ્લેબ કરી દીધો છે. સાઉથ ગુજરાત સોલર એસોસિયેશને ચીમકી પણ આપી છે કે આગામી દિવસોમાં જો તેમના પ્રશ્નો હલ નહીં કરવામાં આવે તો સુરતના રહેવાસીઓ દ્વારા સોલાર રૂફ ટોપ માટે જે અરજીઓ કરવામાં આવી છે, તેના ઇન્સ્ટોલેશનમાં મોટો વિલંબ સહન કરવાનો વખત આવશે.

સાઉથ ગુજરાત સોલર એસોશિયેશનના સૂત્રોએ જણાવ્યું હતું કે, દેશના બીજા બધા જ રાજ્યોની સૂર્ય ઉર્જાની સ્કીમ કરતા ગુજરાત રાજ્યની જ સ્કીમ સૌથી વધારે અટપટી છે. ગુજરાતમાં જ એવો નિયમ છે કે સૂર્ય ઉર્જાની ઇન્સ્ટોલેશનની સબસીડી સરકાર સીધા ગ્રાહકોના ખાતામાં જમા નથી કરતી પણ ઈન્સ્ટોલેશન કરનારા ઉધોગકારના ખાતામાં જમા કરે છે. અને ઇન્સોલેશન કરનારા ઉદ્યોગકારને એ સબસીડી છોડાવતા નાકે દમ આવી જાય છે. બીજા રાજ્યોમાં આવું નથી.

સુરત શહેરમાં સોલાર બિઝનેસ સાથે સંકળાયેલા 625 લોકો એવી મુશ્કેલીમાં છે કે જો તેમને સરકાર તરફથી કોઈ મદદ નહીં મળે તો તેમને પોતાનો વ્યવસાય બદલવો પડી શકે છે. એક તરફ સરકારે સોલર પર જીએસટી ડ્યુટી 5 ટકા થી વધારીને 12 ટકા કરી છે. આવી સ્થિતિમાં દક્ષિણ ગુજરાત સોલાર એસોસિએશનના અગ્રણીઓ નું  કહેવું છે કે આવી સ્થિતિમાં હવે તેમના માટે વેપાર કરવો અશક્ય છે.