Site icon Revoi.in

દેશમાં જુલાઈ મહિનામાં જીએસટીની આવક 1.65 લાખ કરોડ થઈ

Social Share

નવી દિલ્હીઃ દેશમાં જુલાઈ, 2023ના મહિનામાં એકત્રિત કરવામાં આવેલી ગ્રોસ જીએસટી આવક ₹1,65,105 કરોડ છે જેમાંથી સીજીએસટી ₹29,773 કરોડ છે, એસજીએસટી ₹37,623 કરોડ છે , આઇજીએસટી ₹85,930 કરોડ છે (માલની આયાત પર એકઠા થયેલા ₹ 41,239 કરોડ સહિત) અને સેસ ₹11,779 કરોડ (માલની આયાત પર એકઠા થયેલા ₹ 840 કરોડ સહિત) છે. દેશના મહારાષ્ટ્રમાં સૌથી વધારે 26064 કરોડ, કર્ણાટકમાં 11505 કરોડ, તમિલનાડુમાં 10022 કરોડ, ગુજરાતમાં 9787 કરોડ,  ઉત્તરપ્રદેશમાં 8802 કરોડ અને હરિયાણામાં 7953 કરોડની જીએસટીની આવક થઈ છે.

જમ્મુ-કાશ્મીરમાં જુલાઈ 2022ની સરખામણીએ જુલાઈ 2023માં જીએસટીની આવકમાં 27 ટકાનો વધારો થયો છે. આવી જ રીતે હિમાચલ પ્રદેશમાં 23 ટકા, પંજાબમાં 15 ટકા, ચંદીગઢમાં 23 ટકા, ઉત્તરાખંડમાં 16 ટકા, હરિયાણામાં 17 ટકા, દિલ્હીમાં 25 ટકા, રાજસ્થાનમાં 9 ટકા, ઉત્તર પ્રદેશમાં 24, બિહારમાં 18, સિક્કિમમાં 26, અરુણાચલ પ્રદેશમાં 13, નાગાલેન્ડમાં 3 ટકા, મિઝોરમમાં 47, ગુજરાતમાં 7, મહારાષ્ટ્રમાં 18, કર્ણાટકમાં 17 અને તમિલનાડુમાં 19 ટકા વૃધ્ધિ નોંધાઈ છે.

સરકારે આઇજીએસટીમાંથી સીજીએસટીને ₹39,785 કરોડ અને એસજીએસટીને ₹33,188 કરોડની પતાવટ કરી છે. નિયમિત સેટલમેન્ટ બાદ જુલાઈ 2023માં કેન્દ્ર અને રાજ્યોની કુલ આવક સીજીએસટી માટે ₹69,558 કરોડ અને એસજીએસટી માટે ₹70,811 કરોડ છે. જુલાઈ 2023 મહિનાની આવક ગયા વર્ષના સમાન મહિનામાં જીએસટીની આવક કરતા 11 ટકા વધારે છે. મહિના દરમિયાન, ઘરેલુ વ્યવહારો (સેવાઓની આયાત સહિત)ની આવક ગયા વર્ષના સમાન મહિના દરમિયાન આ સ્ત્રોતોમાંથી થતી આવક કરતા 15% વધુ છે. પાંચમી વખત ગ્રોસ જીએસટી કલેક્શન 1.60 લાખ કરોડ રૂપિયાને પાર કરી ગયું છે.