Site icon Revoi.in

GSTના નવા સોફ્ટવેરને લીધે બોગસ બિલિંગની ત્વરિત જાણ થશે

Social Share

અમદાવાદઃ જીએસટીના ઓનલાઈન વ્યવહારમાં હવે નવુ સોફ્ટવેર વિક્સાવવામાં આવ્યું છે. તેથી હવે બોગસ વિલિંગ કે બોગસ પેઢીઓની ત્વરિત માહિતી મળી જશે. દરમિયાન જીએસટી વિભાગે સમગ્ર દેશમાં બોગસ બિલિંગ સામેની બે મહિના સુધીની ડ્રાઇવ શરૂ કરી છે, જે દિવાળી સુધી ચાલશે. અત્યાર સુધીમાં એક લાખ બોગસ એન્ટ્રીઓ મળી છે. આ લાખો પેઢીઓ સુધી નોટિસ પહોંચાડવા કે તેની ઓળખ કરવા પણ વિભાગે વિશિષ્ટ સોફ્ટવેર તૈયાર કરી લીધું છે, જેથી જે કામ પૂર્ણ થતા મહિના લાગતા તે હવે એક ક્લિક પર થઈ રહ્યું છે. જેમાં દેશમાં ખૂણે-ખૂણે પ્રસરેલી બોગસ પેઢીઓને શોધીને નોટિસો ઇશ્યુ થઈ રહી છે.

જીએસટી વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ બોગસ પેઢી, ITનો લાભ લેનારી, ITC પાસઓન કરનારી પેઢીઓને શોધવા ખાસ સોફ્ટવેર બનાવાયું છે. જે એક જ ક્લિકમાં દેશના ખૂણે-ખૂણે જીએસટી કચેરીમાં માહિતી પહોંચાડી દેશે. અગાઉ પેઢીની વિગતો મેળવતા અને સ્થળ સુધી પહોંચાડતાં ઘણો સમય લાગતો હતો. એસજીએસટી આ અભિયાનમાં સૌથી આગળ છે. અત્યાર સુધી 500થી વધુ પેઢીની સ્થળ તપાસ થઈ ચૂકી છે. દિલ્હીથી 800 પેઢીઓની યાદી પણ આવી છે. આ કાર્યવાહીમાં ક્રેડિટની રિકવરી ઝડપથી થાય તો ખરી સફળતા ગણાય. હાલ વિભાગ ખાસ સોફ્વેરની મદદથી પણ કાર્ય કરી રહ્યો છે અને જો ક્રેડિટની વસૂલાતમાં પણ ઝડપ આવે તો બોગસ બિલિંગંપર જરૂર કાબૂ આવી શકશે. હાલ સરકારે જે પગલાં લીધાં છે તેનાથી ઘણો કંટ્રોલ આવ્યો જ છે.