Site icon Revoi.in

GTU દ્વારા નવા શૈક્ષણિક સત્રથી ડીગ્રી ઇજનેરીનો અભ્યાસક્રમ માતૃભાષામાં પણ ભણાવાશે

Social Share

અમદાવાદઃ ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા ચાલુ વર્ષે નવા શૈક્ષણિક સત્રથી માતૃભાષામાં ડીગ્રી ઇજનેરીનો અભ્યાસક્રમ શરુ કરાશે. ગુજરાતી ભાષામાં ઈજનેરીનો અભ્યાસક્રમ શરુ કરાતા ગામડાંમાંથી આવતા વિદ્યાર્થીને ફાયદે થશે.

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીનાં કુલપતિ ડો. નવીનભાઈ શેઠે જણાવ્યું હતું કે, દેશની આઠ યુનિવર્સિટીઓની કોલેજોમાં માતૃભાષામાં ડીગ્રી ઇજનેરીનો અભ્યાસક્રમ શરુ કરાયો છે.જેમાં ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી માતૃભાષામાં ડીગ્રી ઇજનેરીનો અભ્યાસક્રમ શરુ કરનારી આઠમી યુનિવર્સિટી છે. ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી દ્વારા ગુજરાતી માતૃભાષામાં ડીગ્રી ઇજનેરીનો આ અભ્યાસક્રમ મહેસાણાની ગુજરાત પાવર ઇજનેરી એન્ડ રિસર્ચ ઇન્સ્ટીટયુટમાં શરુ કરાશે. જેમાં સિવિલ, મિકેનીકલ, ઇલેક્ટ્રીકલ સહિતની ચાર જેટલી બ્રાંચોમાં 30-30 બેઠકોમાં માતૃભાષાનાં ડીગ્રી ઇજનેરીના અભ્યાસક્રમમાં વિદ્યાર્તીઓને પ્રવેશ અપાશે. અત્રે ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી ગુજરાતમાં ડીગ્રી ઇજનેરીનો અભ્યાસક્રમ  માત્ર અંગ્રેજીમાં જ ચલાવાઈ રહ્યો છે હવે મહેસાણાની આ ઇન્સ્ટીટયુટમાં ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી દ્વારા રાજ્યમાં સૌપ્રતમવાર ડીગ્રી ઇજનેરીનો માતૃભાષા ગુજરાતીમાં અભ્યાસક્રમ શરુ કરવામાં આવનાર છે.

જીટીયુના કુલપતિએ વધુમાં જણાવ્યું હતું કે, માતૃભાષામાં આ અભ્યાસક્રમ શરૂ કરવા માટે એઆઈસીટીઇ દ્વારા ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીને મંજુરી પણ આપી દેવામાં આવી છે. જેથી ડીગ્રી ઇજનેરીના માતૃભાષાના આ અભ્યાસરક્રમમાં નવા શૈક્ષણિક સત્રથી જ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. ગુજરાતના અંતરિયાળ ગામોમાંથી ઈજનેરીનો અભ્યાસ કરવા માટે આવતા વિદ્યાર્થીઓને અંગ્રેજી માધ્યમને લીધે મુશ્કેલી પડતી હતી. હવે ગુજરાતીમાં અભ્યાસક્રમ શરૂ કરતા ઘણા અંતરિયાળ ગામોમાંથી આવતા વિદ્યાર્થીઓને ફાયદા થશે. નવા શૈક્ષણિક સત્રથી ગુજરાતી માતૃભાષામાં ડીગ્રી ઇજનેરીનો આ અભ્યાસક્રમ મહેસાણાની ગુજરાત પાવર ઇજનેરી એન્ડ રિસર્ચ ઇન્સ્ટીટયુટમાં શરુ કરાશે. જેમાં સિવિલ, મિકેનીકલ, ઇલેક્ટ્રીકલ સહિતની ચાર જેટલી બ્રાંચોમાં 30-30 બેઠકોમાં માતૃભાષાનાં ડીગ્રી ઇજનેરીના અભ્યાસક્રમમાં વિદ્યાર્તીઓને પ્રવેશ અપાશે.