Site icon Revoi.in

જીટીયુની વિન્ટર અને સમર સેમેસ્ટરની પરીક્ષાઓની તારીખ કરાઈ જાહેર

Social Share

અમદાવાદઃ કોરોના મહામારીની બીજી લહેરના કારણે અનેક શૈક્ષણિક સંસ્થાઓએ પરીક્ષાઓ મોકુફ રાખી હતી. જો કે, હવે કોરોના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેથી વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા હવે પરીક્ષાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દરમિયાન જીટીયુ દ્વારા વિન્ટર અને સમર સેમેસ્ટરની વિવિધ કોર્સની એમસીક્યુ આધારીત ઓનલાઈન ટ્રાયલ ટેસ્ટ અને ફાઈનલ પરીક્ષાઓ તા. 3જી જુનથી શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમજ આ પરીક્ષાઓના નવા કાર્યક્રમો પણ જાહેર કરી દેવાયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં 18થી 19મી મે દરમિયાન વાવાઝોડું અને કોરોના મહામારીને પગલે જીટીયુ દ્વારા ડિગ્રી -ડિપ્લોમા ઈજનેરી, ડિપ્લોમા ફાર્મસી, એમબીએ, એમઈની પરીક્ષાઓ ઓનલાઈન પરીક્ષાઓ મોકુફ કરવામા આવી હતી. હવે આ પરીક્ષાઓના નવા કાર્યક્રમ જાહેર કરાયા છે. જે મુજબ ડિપ્લોમા ઈજનેરી અને આર્કિટેકચરની ની સમર સેમેસ્ટરની રેગ્યુલ-રીમીડિયલ માટેની પ્રી ચેક ટ્રાયલ ટેસ્ટ 3 જુને બપોરે 3થી 4માં લેવાશે, ડિપ્લોમા ઈજનેરી સેમ.8 (સમર) અને સેમ-6 (સમર) ની રેગ્યુલર અને ટર્મ એક્સટેન્શનની પ્રીચેક ટ્રાયલ ટેસ્ટ તથા ડિપ્લોમા આર્કિટેકચર અને વોકેશનલની સેમ.-6ની પ્રી ચેક ટ્રાયલ ટેસ્ટ 3 જુને બપોરે 3થી 4માં લેવાશે. બી.ઈ સેમ-8 (સમર)ની રેગ્યુલ-રીમીડિયલ મટેની પ્રિચેક ટ્રાયલ ટેસ્ટ 3 જુને સવારે 11:30થી 12:30મા લેવાશે અને એમબીએ સેમ.-1 તથા એમબીએ ઈન્ટિગ્રેટેડ સેમ.1 (વિન્ટર) ની રેગ્યુલર-રીમિડિયલની ફાઈનલ ઓનલાઈન પરીક્ષા 3થી 7 જુન દરમિયાન લેવાશે. એમ.ઈ સેમ.-1ની વિન્ટર સેમેસ્ટર પરીક્ષામાં રેગ્યુલ-રીમિડયલ વિદ્યાર્થીઓ માટેની 24મી મેની ઓનલાઈન એમસીક્યુ પરીક્ષા 3 જુને અને 25મી મેની પરીક્ષા 4 જુને લેવાશે.