Site icon Revoi.in

G-20 સમ્મેલનમાં સામેલ થનારા મહેમાનોને મળશે એડવાન્સ તબિબી સુવિઘાઓ – સ્વાસ્થ્ય કર્મીઓની રજાઓ પણ રદ કરાઈ

Social Share

દિલ્હીઃ ભારત આ વર્ષ દરમિયાન જી 2-ની અધ્યક્ષતા કરી રહ્યું છે આ સંદર્ભે વર્ષની શરુઆતથી આત્યરા સુઘી અનેક બેઠકો દેશના 200 જેટલા શહેરોમાં યોજાઈ ચૂકી છે ત્યારે હવે રાજઘાની દિલ્હીમાં જી 20 સમિય આવતા સપ્ટેમ્બર મહિનામાં યોજાવાની છે આ સમિટમાં ઉપસ્થિતિ વિદેશી મહેમાનોની સુવિઘાને લઈને દિલ્હી અત્યારથી સજ્જ થઈ ચૂક્યું છે

આ સહીત હોસ્પિટલોમાં ઈમરજન્સી સેવાઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આ સેવાઓને આધુનિક બનાવવા માટે આરોગ્ય કર્મચારીઓની સાથે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને એડવાન્સ ટેક્નોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવશે.

પ્રાપ્ત વિગત પ્રમાણે સપ્ટેમ્બર મહિનાની 9 અને 10 તારીખે જી 20 સમ્મેલન યોજાનાર છે આ સંદર્ભે અનેક વિદેશી નેતાઓ મંત્રીઓ ભારતની મુલાકાતે આવશે જેને જોતા દિલ્હીમાં મેડિકલ સેવાઓ વઘારવામાં આવી છે.આ કોન્ફરન્સમાં ભાગ લેનારા મહેમાનોને એડવાન્સ મેડિકલ સુવિધા પૂરી પાડવામાં આવશે.કોન્ફરન્સમાં તૈનાત કરવામાં આવનારી તમામ એમ્બ્યુલન્સ શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત અદ્યતન કાર્ડિયાક લાઇફ સપોર્ટથી સજ્જ કરવામાં આવી છે.

જાણકારી પ્રમાણે જો કોઈપણ ઈમરજન્સી આવે છે તો આવા કિસ્સામાં દર્દીને માત્ર દસ મિનિટમાં હોસ્પિટલ લઈ જવામાં આવે તેવી સુવિઘા વિકસાવી થે. તેમજ માર્ગમાં દર્દીને યોગ્ય સારવાર મળી રહે તેવા પ્રયાસો કરવામાં આવશે. આ માટે આધુનિક સુવિધાઓથી સજ્જ એડવાન્સ એમ્બ્યુલન્સનો ઉપયોગ કરવામાં આવશે. આમાં તૈનાત આરોગ્ય કર્મચારીઓ પ્રાથમિક સારવાર આપવામાં નિષ્ણાત હશે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે જી 20  કોન્ફરન્સના સ્થળથી એઈમ્સ , સફદરજંગ, ડૉ. રામ મનોહર લોહિયા, આર્મી હોસ્પિટલ, લેડી હાર્ડિંજ, લોકનાયક અને અન્ય હોસ્પિટલો સુધી ખાસ ગ્રીન કોરિડોર બનાવવામાં આવશે. જેની મદદ થકી પીડિતને વધુમાં વધુ દસ મિનિટમાં હોસ્પિટલ લઈ જવામાં આવશે.