ગુજરાતઃ 5 વર્ષમાં માર્ગ અકસ્માતમાં હેલ્મેટ-સીટબેલ્ટનો ઉપયોગ નહીં કરનારા 11486 વાહન ચાલકોના મૃત્યું
અમદાવાદઃ ગુજરાતમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ વાહન ચાલકો સામે પોલીસ દ્વારા ડ્રાઈવ કરવામાં આવે છે. દરમિયાન ચાર વર્ષના સીટબેલ્ટ અને હેલ્મેટના નિયમોનો અમલ નહીં કરનારા લગભગ 11 હજારથી વધારે વાહન ચાલકોનાના મૃત્યુ થયાં હતા.
સુત્રોના જણાવ્યા અનુસાર, માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે ‘ભારતમાં માર્ગ અકસ્માતો’ શીર્ષક હેઠળના તેના અહેવાલમાં જાહેર કર્યું હતું કે, ગુજરાતમાં 2016-2020ના સમયગાળામાં હેલ્મેટ અને સીટબેલ્ટ જેવા સલામતી ઉપકરણોનો ઉપયોગ ન કરવાને કારણે માર્ગ અકસ્માતોમાં 11486 મૃત્યુ નોંધાયા છે. કુલ મૃત્યુમાંથી 6789 પીડિતોએ હેલ્મેટ પહેર્યું ન હતું, જયારે 4697 અકસ્માત સમયે સીટબેલ્ટ વગરના હતા. 2016 અને 2020ની વચ્ચે, હેલ્મેટના અભાવને કારણે માર્ગ અકસ્માતમાં મૃત્યુઆંક 6789 હતો જેમાંથી 35.64 % પીડિતો (2382) પીલિયન ડ્રાઇવરો હતા. આ જ સમયગાળા દરમિયાન, કાર અકસ્માતોમાં 4697 મૃત્યુ નોંધાયા હતા જયાં પીડિતોએ સીટબેલ્ટ પહેર્યો ન હતો. તેમાંથી 54.72 % (2513) મૃત્યુ મુસાફરો હતા. એક્ટિવ ટ્રાફિક કન્સલ્ટેટિવ કમિટીના પ્રમુખ ડો. પ્રવિણ કાનાબારે જણાવ્યું હતું કે દ્વિચક્રી વાહનો માટે અકસ્માતો દરમિયાન મૃત્યુનું પ્રમાણ પણ વધે છે કારણ કે ઘણીવાર બે કરતા વધુ લોકો વાહન પર મુસાફરી કરે છે.
ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, જેઓ હેલ્મેટ કે સીટબેલ્ટ નથી પહેરતા તેમની સામે ટ્રાફિક વિભાગ ડ્રાઇવ કરે છે પરંતુ તે છૂટાછવાયા હોય છે. ‘ડ્રાઈવર તેમજ પીલિયન રાઈડર્સ બંને માટે હેલ્મેટના મહત્વ પર ભાર મૂકવા માટે આવી ડ્રાઈવો વારંવાર ચલાવાય છે. કારમાં મુસાફરી કરતા દરેક વ્યક્તિએ સીટબેલ્ટ પણ પહેરવો જોઈએ,’