- શ્રમિકો ફૂટપાથ પર સુતા હતા
- 15 શ્રમિકો પર ફરી વળ્યું ડમ્પર
- ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત
સુરત: ગુજરાતના સુરતમાં સોમવારે મોડી રાત્રે એક ભયંકર અકસ્માત સર્જાયો હતો. શહેરના કિમ રોડ પર પાલોદ ગામની સીમમાં કીમ-માંડવી રોડ પર ડમ્પરે બાળક સહિત 22 લોકોને કચડી નાખ્યા હતા. માહિતી મુજબ, તેમાં મૃત્યુઆંક હવે વધીને 15 થઈ ગયો છે. હાલમાં 3 લોકો ઘાયલ છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સુરતની સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, આ લોકો મજૂર હતા. અને રસ્તાની બાજુમાં સુતા હતા. તે જ સમયે ડમ્પર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા રોડની બાજુમાં ફૂટપાથ પર ચઢાવી દીધો હતો.
પોલીસ તરફથી માહિતી આપવામાં આવી છે કે, તમામ શ્રમિકો રાજસ્થાનના છે. જેઓ ફૂટપાથ પર સૂતા હતા.તે દરમિયાન ડમ્પરે શેરડીના ટ્રેક્ટર સાથે અકસ્માત બાદ સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા ફૂટપાથ પર સુતેલા શ્રમિકો ઉપર ચડાવી દીધો હતો.
અકસ્માતમાં છ મહિનાની બાળકીનો બચાવ થયો છે, પરંતુ તેના માતા-પિતાનું મોત નીપજ્યું છે. જીવ ગુમાવનારા તમામ શ્રમિકો રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના કુશળગઢના હોવાનું જણાવાયું છે. હાલમાં મૃતદેહોને પીએમ અર્થે મોકલવામાં આવ્યા છે. જયારે ઘાયલોની સારવાર ચાલી રહી છે.
-દેવાંશી