1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતઃ પાંચ વર્ષના સમયગાળામાં સાવજોની વસતીમાં 29 ટકાનો વધારો
ગુજરાતઃ પાંચ વર્ષના સમયગાળામાં સાવજોની વસતીમાં 29 ટકાનો વધારો

ગુજરાતઃ પાંચ વર્ષના સમયગાળામાં સાવજોની વસતીમાં 29 ટકાનો વધારો

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં સાવજો સહિત વન્ય પ્રાણીઓની સંખ્યામાં વધારો થયો છે. દરમિયાન વન્યપ્રાણી સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો સમાપન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગ્રે તેમણે જણાવ્યું હતું કે, એશિયાઈ લાયનોનું ઘર ગણાતા ગુજરાતમાં સાવજોની સંખ્યામાં સતત વધારો થયો છે. પાંચ વર્ષમાં સિંહોની સંખ્યામાં 29 ટતાનો વધારો નોંધાયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, ભારતીય સંસ્કૃતિની સહ અસ્તિત્વ-કો એક્ઝીસ્ટન્સની ભાવનાને “જીવો અને જીવવા દો”ના સંસ્કાર વારસાથી વન્યજીવોના રક્ષણ, જતન, સંવર્ધનથી આપણે વધુ સુદ્રઢ બનાવી છે. આગવી વૈવિધ્યતા ધરાવતા ગુજરાતમાં વન વિરાસત, વન્ય પ્રાણીસૃષ્ટિ, દરિયાઇ જીવસૃષ્ટિ સૌની લાક્ષણિકતા ટકાવીને વિકાસ-સંવર્ધન થાય તેવી આપણી નેમ છે.

મુખ્યમંત્રીએ વન વિભાગ દ્વારા પ્રતિવર્ષ ગાંધીજયંતિ તા. 2 ઓકટોબરથી એક સપ્તાહ એટલે કે તા. 8 ઓકટોબર સુધી ઉજવાતા રાજ્યવ્યાપી વન્યપ્રાણી સપ્તાહનું ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા સહભાગી થઇને સમાપન કરાવ્યું હતું. રાજ્યના વન-પર્યાવરણ મંત્રી કિરીટસિંહજી રાણા જામનગરથી તેમજ રાજ્યભરના 583 સ્થળોએથી જન પ્રતિનિધિઓ, પદાધિકારીઓ તેમજ વનપ્રેમીઓ, વન્યજીવ પ્રેમીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, વન કર્મીઓ-અધિકારીઓ અને વિદ્યાર્થીઓ “બાયસેગ” સેટ કોમ માધ્યમથી આ સમારોહમાં જોડાયા હતા.

મુખ્યમંત્રીએ 23 અભ્યારણ્યો અને 4 રાષ્ટ્રિય ઉદ્યાનો તેમજ એશિયાટિક લાયનની આગવી મિરાત ધરાવતા ગુજરાતમાં વન્યજીવોના રક્ષણ માટે વન સાથે જન જોડીને ગુજરાતે સફળ આયામો પાર પાડયા છે તેની પણ વિશદ ભૂમિકા આપી હતી. રાજ્ય સરકારના વન વિભાગે વન્યજીવોની ટ્રેકિંગ સિસ્ટમ વધુ મજબૂત કરવા માટે ટેકનોલોજીનો સઘન ઉપયોગ કર્યો છે, રેડિયો કોલર સિસ્ટમ, ટ્રેકિંગ ડિવાઇસ અને જી.પી.એસ સાથેની વાહન સુવિધા, ઘાયલ વન્યજીવની સારવાર માટે રેસ્કયુ સેન્ટર અને એનિમલ કેર એમ્બ્યુલન્સ જેવી ટેકનોલોજીયુકત સુવિધા સરકારે વિકસાવી છે.

મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે, દેશના ગૌરવ ગિરના સાવજની વસ્તી આજે 674 જેટલી થઇ ગઇ છે. 2015ની તુલનાએ ર૦ર૦માં સિંહની વસ્તીમાં 28.87 ટકાની વૃદ્ધિ જોવા મળી છે. જંગલ વિસ્તારોમાં ખુલ્લા કૂવાઓને કારણે ઘણીવાર અકસ્માતે વન્ય પ્રાણીઓ અકાળે મોતને ભેટતા હોય છે ત્યારે સરકારે ગિર જંગલ વિસ્તારોમાં ખુલ્લા કૂવાઓની પેરાપીટ બાંધકામ માટે રૂ. 16 કરોડનો પાંચ વર્ષમાં ખર્ચ કર્યો છે.

ભૂપેન્દ્ર પટેલે એમ પણ ઉમેર્યુ કે, દીપડાના રેસ્કયુ અને રિહેબીલીટેશનની યોગ્ય વ્યવસ્થા વિકસાવવા આ વર્ષ દરમ્યાન રાજ્યમાં બે મેગા રેસ્કયુ કમ રિહેબીલીટેશન સેન્ટર બનાવવાનું પણ વન વિભાગે આયોજન કર્યુ છે. મુખ્યમંત્રીએ નળ સરોવર બર્ડ સેન્ચ્યુરી અને થોળ વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરીમાં 2000થી 2020 બે દાયકા દરમ્યાન પક્ષીઓમાં થયેલી માતબર વૃદ્ધિના સંકલિત વિવરણ “પોપ્યુલેશન એસ્ટીમેશન” પ્રકાશનનું વિમોચન પણ આ વેળાએ કર્યુ હતું.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code